SURAT

સુરતની સિવિલ હોસ્પિટલમાં મહિલાની છેડતી, દારૂડિયાઓએ પંદર મિનીટ સુધી છાતી પર હાથ ફેરવ્યા

સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલ (NewCivilHospital) કેમ્પસમાં મહિલા સફાઈ કર્મચારીને રાત્રિના અંધારામાં બોલાવી શારીરિક અડપલાં (Molestation) કરી જાહેરમાં અપમાનિત કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 દિવસ પહેલા બાળકો વચ્ચેના ઝઘડાની અદાવતમાં મહિલા સફાઈ કર્મચારી સાથે માનસિક વિકૃત બે મહિલા સહિત ચાર જણાએ આવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. 100 નંબર પર ફોન કર્યા બાદ પણ પોલીસે કોઈ સહકાર ન આપી પીડિત મહિલા કર્મચારી પાસે અરજી લઈ જાહેરમાં આવું કૃત્ય કરનાર ચારેય આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • સિવિલ કેમ્પસમાં જ મહિલા સફાઈ કર્મચારી સાથે જાહેરમાં શારીરીક છેડતી કરાઈ : પોલીસે અરજી જ લીધી
  • પીડિત મહિલાએ સવારે MLC કેસ સાથે સારવાર કઢાવી : કહ્યું ખૂબ જ ગંદુ કામ કર્યું કહેતા પણ શરમ આવે છે

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની રાત્રે 8:30 વાગ્યે બની હતી. ફોન કરીને બોલાવવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલ સામેના બાંકડા પાસે જતા જ બે સાથી કર્મચારી મહિલાઓ અને તેના પ્રેમીઓએ ઝઘડો શરૂ કરી દીધો હતો. બંન્ને મહિલાઓએ હાથ પકડી રાખ્યા હતા અને તેમના પ્રેમીઓએ આખા શરીર પર માનસિક વિકૃત બની છેડછાડ કરી હતી. ચારેય દારૂના નશામાં હતા.

વધુમાં જણાવ્યું હતું કે લગભગ 15-25 મિનિટ સુધી મારા શરીર સાથે રમ્યા હતા. બાદમાં મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવતા જ ચારેય ભાગી ગયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરતા ચારેય આરોપીને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે મને સાંભળ્યા બાદ પણ ચારેય આરોપીઓને પકડ્યા નહોતા. માત્ર મારી અરજી લેવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મોડી રાત સુધી મેં કોશિશ કરી કે મારી ફરિયાદ નોંધાઈ પણ આવું ન થયું. એટલે સવારે મેં સિવિલ હોસ્પિટલ આવી MLC કેસ કઢાવી સારવાર લીધી છે. હવે હું સુરત શહેર પોલીસ કમિશનર ને મળીને તમામ હકીકત જણાવીશ. મારી ફરિયાદ સાંભળવામાં આવે.

Most Popular

To Top