Vadodara

સગીરાનું અપહરણ કરતા પોલીસના ભયથી ફફડીને આરોપી કપુરાઈથી ભાગ્યા

વડોદરા: 13 વર્ષની સગીરાને લગ્નની લાલચે સપ્તાહ પૂર્વે અપહરણ કરીને ભગાડી ગયેલા 35 વર્ષીય માથાભારે ઈસમની પોલીસે ધરપકડ અર્થે દોડધામ મચાવતા આરોપીએ કપુરાઈ નજીક સગીરાને છોડીને પલાયન થઈ ગયો હતો. પાણીગેટ પોલીસે મુગ્ધાની ઉંડી પૂછતાછ હાથ ધરી હતી. વાઘોડિયા રોડ સ્થિત આવાસ યોજનામાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 13 વર્ષ ચાર  માસની મુગ્ધાનું તા. 2-8-21ના રોજ સતિષ અમરસિંગ જાધવે અપહરણ કર્યું હતું. તેની માતાએ જણાવેલ કે, પહેરેલ કપડે ચાલતી ચાલતી ભરબપોરે નીકળી હતી. સગાસંબંધીઓ અને પડોશીનીપુછતાછમાં જાણવા મળેલ કે, વાઘોડિયા રોડ ટીંબી તળાવ પાસે શુભલક્ષ્મીમાં રહેતો માથાભારે સતિષ બાઈક પર સગીરાને બેસાડીને લઈ ગયો હતો.

સગીરાએ લાલબાગ બ્રિજ નજીક પથારાવાળાના મોબાઈલથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરંતુ પરિવારજનો આવે તે પૂર્વે સગીરા પરત ગૂમ થઈ ગઈ હતી. સપ્તાહ દરમિયાન સગીરા વિવિધ નંબર પરથી મોબાઈલ કરીને તેના પરિવારજનોે સંપર્ક કર્યા બાદ આરોપી તેને અન્ય જગ્યાએ લઈને નીકળી જતા પરિવારજનોએ સગીરાની િચંતામાં િદવસ રાત રઝળપાટ કરી હતી.

તા.4-8-21ના રોજ અપહરણનો ગુનો સતિષ જાધવ વિરૂધ્ધ નોંધાતા જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા સતિષ ફફડી ઉઠયો હતો અને આખરે મુગ્ધાને એવા પાઠ ભણાવ્યા કે, તારા પરિવારને કહી દે કે, ફરિયાદ પાછી ખેંચી લે તો જ હું આવીશ. હાલ પોલીસ સમક્ષ ગોળ ગોળ વાતચિત કરતી સગીરા આરોપીને બચાવવાની તરફેણ કરતી હોય તેમ ચર્ચા કરતી હોવાથી પરિવારજનો િચંતામાં ગરકાવ થઈ ગયા છે. આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે અંગે મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ પોલીસ કાનૂની પગલાની કાર્યવાહી હાથ ધરશે.

Most Popular

To Top