SURAT

‘ઘરે જલ્દી આવી જશે’ 3 વર્ષની દીકરીને વિડીયો કોલ પર કહ્યા બાદ પિતાનું કોરોનામાં મોત

સુરતઃ કોરોના ( corona) ની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાને નાથવા માટે દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. પરંતુ મનપાના ફ્રન્ટલાઈન વોરિયર જ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સુરત મહાનગપાલિકાના સેન્ટ્રલ ઝોનના લોક સેવા વિભાગમાં સુપરવાઇઝર (સિવિલ) તરીકે ફરજ બજાવતા અંકીતકુમાર સુરેશચંદ્ર કોન્ટાક્ટર કે જેઓની ઉંમર 35 વર્ષ છે. તેઓ કોરોના પોઝિટિવ (corona positive ) હોવાનાં કારણે ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેઓ 24 એપ્રિલથી સારવાર હેઠળ હતાં.

ગઈકાલે જ તેઓએ તેમની 3 વર્ષીય દિકરી સાથે વિડીયો કોલ ( video call) પર વાત કરી તેઓ ઘરે જલદીથી આવશે તેમ વાતચીત થઈ હતી. પરંતુ તેઓનું ઓક્સીજન લેવલ ( oxygen level) નીચે જતા તેઓનું અવસાન થયું હતું. તે સાથે જ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ 43 જેટલા કર્મચારીઓનું કોરોનાને કારણે અવસાન થયું છે. ગઈકાલે આકારણી ખાતાના નિવૃત્ત સર્વેયર મોહનભાઈ જી. પટેલનું કોરોનાને કારણે અવસાન થયું હતું. યુનિયનોના હોદે્દારો તથા કારોબારી સભ્યો તરફથી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં કોરોના વિકરાળરૂપે આગળ વધી રહ્યો છે. જેમાં આજે નવસારી જિલ્લામાં 160, વલસાડ જિલ્લામાં 120, ભરૂચ જિલ્લામાં 106, દાદરા નગર હવેલીમાં 121 અને દમણમાં 48, ડાંગ જિલ્લામાં 25, તાપી જિલ્લામાં 70 અને નર્મદા જિલ્લામાં 54 મળી 704 કેસ નોંધાયા હતા. જ્યારે નવસારી જિલ્લામાં 5, વલસાડ જિલ્લામાં 7, ભરૂચ જિલ્લામાં 2 અને તાપી જિલ્લામાં 1 મળી 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.


દક્ષિણ ગુજરાતમાં કોરોના વધુ ભયાનક બની ગયો હોય તેમ લોકોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે. જેમાં મંગળવારે નવસારી જિલ્લાના નવસારીમાં 50, ગણદેવીમાં 44, જલાલપોરમાં 35, ચીખલીમાં 27, ખેરગામ- વાંસદા તાલુકામાં 2-2 મળી જિલ્લામાં વધુ 160 સંક્રમિત થયા હતા. જ્યારે પાંચ દર્દીઓને ભરખી ગયો હતો, જેમાં ચીખલીના સુધાવાડી મોડી ફળિયાના આધેડ, ઘેજ ભદ્ર ફળિયાના આધેડ, સિયાદા ડુંગરી ફળિયાનો યુવાન, ખેરગામના આછવણીનો આધેડ અને નવસારીની આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું.


વલસાડ જિલ્લામાં મંગળવારે વલસાડમાં 60, પારડીમાં 23, વાપીમાં …13, ઉમરગામમાં 2, ધરમપુરમાં 4 અને કપરાડામાં… …18 મળી કોરોનાના 120 કેસ નોંધાયા હતા. જ્યારે 7 દર્દી વલસાડના સારંગપુર પટેલ ફળીયાનો 52 વર્ષીય પુરુષ, કલવાડાના સહકાર ચોકનો 85 વર્ષીય વૃદ્ધ, વાપીમાં જજ બંગલો મેજિસ્ટ્રેટ ક્વાર્ટસની 73 વર્ષીય વૃદ્ધા, સ્વસ્તિક બિલ્ડીંગનો 50 વર્ષીય પુરુષ, ઉમરગામમાં જીઆઈડીસી કંપનીનો 27 વર્ષીય પુરુષ, ટાઉન એસ.વી.રોડનો 69 વર્ષીય વૃદ્ધ અને ધરમપુરમાં ખોરીફળીયા બારોળિયાના 60 વર્ષીય વૃદ્ધ કોરોનાનો શિકાર બન્યો હતો. તાપી જિલ્લામાં ૭૦ કેસ નોંધાયા હતા. જેમાં વાલોડમાં 17, વ્યારામાં 15, ડોલવણમાં 5, સોનગઢમાં 29, ઉચ્છલમાં 3 અને નિઝરમાં 1નો સમાવેશ થાય છે જ્યારે વહીવટી તંત્રે માત્ર એકનું જ મૃત્યુ થયાનું નોંધ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાના ભટવાડાના ૪૫ વર્ષિય પુરુષનો ઉલ્લેખ કરાયો છે.

Most Popular

To Top