Dakshin Gujarat Main

પલસાણામાં મજૂરીકામે ગયેલો યુવાન કેળના ખેતરમાંથી મૃત હાલતમાં મળ્યો

પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે કેળના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ (Deadbody) મળી આવ્યો છે. યુવાન મજૂરીકામે (Labor) જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે (Police) યુવાનના મૃતદેહનો કબજો મેળવી પેનલ પી.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું કયાં કારણોસર મોત થયું છે એ જાણી શકાશે. પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાના કણાવમાં મજૂરીકામે ગયેલો યુવાન કેળના ખેતરમાંથી મૃત હાલતમાં મળ્યો

કણાવ ગામે મોગરિયું ફળિયામાં રહેતા રમણ ભીખા રાઠોડનો 28 વર્ષીય પુત્ર અરવિંદ ગતરોજ સવારે 8 વાગ્યે મજૂરીકામે જાઉં છું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં તે કણાવ ગામે નીલકંઠ મહાદેવ મંદિરની સામે સની પટેલના કેળના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જંગલી ભૂંડના ત્રાસથી ખેતરની ફરતે તારની વાડ કરવામાં આવી હોવાથી ગ્રામજનો સ્થળ ઉપર પહોંચી તપાસતાં તે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં લાશનો કબજો લઈ પેનલ પી.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી છે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું મોત કયા કારણોસર થયું એ જાણી શકાશે.

કરણ નજીક લક્ઝરી બસ સાથે બાઇકસવાર મામા-ભાણેજને અકસ્માત, ભાણેજનું મોત
પલસાણા: પલસાણાના કરણની સીમમાં ને.હા-48 ઉપર એક લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ડિંડોલી ખાતે રહેતા મામા-ભાણેજ જોળવા મિલમાં બોઈલર રિપેરિંગ કરી બાઇક ઉપર ઘરે જઇ રહ્યા હતા. એ સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં મામા-ભાણેજ પૈકી ભાણેજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડિંડોલી પ્રિયંકા ન્યૂ સિટી બસ સ્ટેન્ડ પાસે રહેતા રામસેવક શામુ ચૌહાણ (ઉં.વ.53) છૂટકમાં બોઈલર રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ ભાણેજ રામઆશ્રય શ્યામસુંદર ચૌહાણ (ઉં.વ.35) (રહે., સંતોષીનગર, ડિંડોલી, સુરત) સાથે મો.સા. નં.(જીજે-05-એફ.એચ-4081) લઈ જોળવા ખાતે ધનુર્ધર મિલમાં બોઈલર રિપેર કરવા માટે આવ્યા હતા. અને સાંજે 7 વાગ્યાની આસપાસ બાઇક લઈ તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા. એ સમયે કરણ ગામની સીમમાં ને.હા.48 ઉપર કરણ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે પૂરઝડપે હંકારી આવેલી એક લક્ઝરી બસ નં.(એ.આર-01-પી-0826)ના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતાં બાઇકસવાર બંને વ્યક્તિ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રામઆશ્રય ચૌહાણને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રામસેવકને શરીરે વધતી-ઓછી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રામસેવકે પલસાણા પોલીસે સ્ટેશનમાં બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top