નડિયાદ: ખેડામાં આવેલ ખેડીયા હનુમાનજી મંદિરમાં ધનતેરસની રાત્રે 12 કલાકે 108 દિપની મહાઆરતી કરવામાં આવી હતી. આ સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલાં શ્રધ્ધાળુઓએ મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મહાઆરતી બાદ કાળીચૌદશના લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં ખેડા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં હતાં.
ખેડાના સુપ્રસિધ્ધ ખેડીયા હનુમાનજી મંદિરમાં ધનતેરસની રાત્રે મહાઆરતી કરવામાં આવી
By
Posted on