Madhya Gujarat

કાળી ચૌદસના દિવસે ડભોઇના પ્રકાળભૈરવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા નગરજનો

તરસાણા: સમસ્ત હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને તેના આગમન માટે આલિશાન બંગલો હોય કે કાચું મકાન અથવા ઝૂંપડું હોય સૌ કોઈ કુંભાર દ્વારા તૈયાર કરવામાં આવેલા માટીના કોડીયા લાવીને એમાં દીવેટો મૂકી દિવેલ અથવા તેલ અથવા ઘી પુરી સાંજના સમયે તેને પ્રગટાવે છે અને પોતાના મકાનને સુશોભિત કરે છે ડભોઇ નગરી ઉત્સવપ્રિય નગરી તરીકે પ્રખ્યાત છે દિવાળીના આગમનની તૈયારીઓ તડામાર રીતે પુરી કરી આ તહેવારને હવે ધામધૂમથી ઉજવવા નગરજનો કટિબદ્ધ થયા છે જિલ્લામાં મહત્વના ગણાતા બે મેળાઓ ડભોઇ ખાતે વર્ષોથી ભરાય છે આ મેળાઓમાં જિલ્લાભરમાંથી લોકો ઉમટી પડે છે જેમાં પ્રથમ કાળી ચૌદસનો મેળો અને બીજો બેસતા વર્ષનો મેળો ભરાય છે .

ડભોઇ નગરની મધ્યમાં આવેલ રામ ટેકરી પાસે મંગલેશ્વર મહાદેવ તથા શ્રી કાળભૈરવ દાદાનું વર્ષો પુરાણું મંદિર આવેલ છે કોરોનાની ગાઈડલાઈન મુજબ દર્શનની વ્યવસ્થા કરવામાં આવેલ છે આજરોજ દિવસ દરમિયાન રામ ટેકરી પાસે આવેલ આ બંને મંદિરમાં નગરજનો પ્રથમ દર્શન કરવા જતા હોય છે ત્યારબાદ ખાણીપીણીની ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે શ્રી કાળભૈરવ દાદાના અને મંગલેશ્વર મહાદેવના દર્શન કરી નગરજનો ધન્યતા અનુભવે છે આ દિવસે દર્શન કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે વર્ષોથી આ જગ્યા પર મેળો ભરાતો આવ્યો છે મંદિરમાં દર્શન કર્યા પછી નગરજનો આતશબાજી કરે છે.

વિવિધ જાતના નાસ્તાઓ ખરીદી લોકો પોતાના ગ્રુપમાં ખુલ્લી જગ્યામાં નાસ્તો કરવા બેસે છે આ ધાર્મિક દિવસ નો લાહવો લેવા લોકો અતિ પ્રાચીન મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડતા હતા આ કાળી ચૌદશનો દિવસ ડભોઇ નગરમાં ધાર્મિક ઉત્સવ તરીકે ઉપસી આવેલો જોઈ શકાતો હતો આખું નગર ભક્તિમય રંગમાં રંગાયેલુ નજરે પડતું હતું આજે કાળી ચૌદશ નિમિત્તે મંત્ર-તંત્રની સાધના ઉપાસના થઈ રહી છે રાત્રે તાંત્રિકો દ્વારા નિર્જન વિસ્તારમાં પૂજા વિધિનું સવિશેષ મહત્ત્વ હોવાથી ચોક્કસ પ્રકારની તાંત્રિક વિધિઓ કરવામાં આવશે માલેતુજાર લોકો દિવાળીને વધાવવા અવનવા નુસખા કરતા હોય છે જ્યારે ગરીબને દિવાળી શું કે હોળી શું ? એમને તો બે ટાઇમ જમવાનું મળ્યું એટલે ભગવાન મળ્યા એમ કહેવાય છે. દિવાળી હોવાથી ડભોઇ નગરના દરેક મકાનો રોશનીથી ઝળહળી ઉઠયા હતા.

Most Popular

To Top