National

રામ જન્મ ભૂમિ અયોધ્યાની સરયૂ નદીમાં એક જ પરિવારના 12 સભ્યો ડૂબી જતા ચકચાર

અયોધ્યા (Ayodhya)ના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 12 લોકોના ડૂબી જવાનો (Drawn down) મામલો સામે આવ્યો છે. આ પરિવાર સરયૂ (Saryu river)માં સ્નાન કરવા આવ્યો હતો. પરંતુ તે પછી આ ઘટના બની અને એક સાથે 15 લોકો ડૂબી ગયા. જો કે 3 લોકો બચી ગયા હતા. હાલ પોલીસ (Police) અને ડાઇવર્સ (divers) દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

આ પરિવાર (family) આગ્રાનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે સરયૂમાં સ્નાન કરવા ગુપ્તાર ઘાટ પર આવ્યો હતો. પરંતુ ત્યાં મજબૂત પ્રવાહ હોવાને કારણે કેટલાક લોકો પહેલા ડૂબી ગયા અને પછી બીજા લોકો તેમને બચાવવાની કવાયતમાં તણાય ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ પરિવારના 12 લોકો સરયૂમાં ડૂબી ગયા છે અને હાલ તેમને બચાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ બુમો સાંભળી ત્યારે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ડાઇવર્સની ટીમ પણ સમય બગાડ્યા વિના ત્યાં પહોંચી ગઈ હતી. હાલ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે અને દરેકને બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યારે ગુપ્તાર ઘાટ પર પોલીસનો મોટો જમાવડો થઈ રહ્યો છે અને જરૂર પડે તો એનડીએએફની ટીમને પણ બોલાવી શકાય છે.

એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા

અયોધ્યા ડીએમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 15 લોકોમાંથી 3 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. પરંતુ હજી પણ 12 લોકો ગુમ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બચાવ કામગીરી લાંબા સમય સુધી ચાલી શકે છે. જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ સતીષ, નમન અને અશોક છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે, તેમના નામ સતિષની પત્ની આરતી (35), પુત્રી પ્રિયાંશી (16), અશોકનો પુત્ર લલિત, બીજો પુત્ર પંકજ, અશોકની પત્ની રાજકુમારી, પુત્રી ગૌરી, પુત્રી જુલી, 7 વર્ષનો પૌત્ર ધૈર્ય અને તેના સિવાય 20 વર્ષીય શ્રુતિ, 16 વર્ષિય સાર્થક, 35 વર્ષિય સીતા અને સીતાની 4 વર્ષની પુત્રી દ્રષ્ટિનો સમાવેશ થાય છે. બચાવ ટીમે રેસ્ક્યુ કરેલ સચિને ઘટનાની વિગતવાર માહિતી આપી છે. તેની સામે જ તેના અસ્થિર થયેલા પરિવારના સભ્યો એક પછી એક ડૂબી જતા રહ્યા. તે જ સમયે, ત્રણ લોકો બચી ગયા કારણ કે સ્થાનિક લોકોએ તેમનો હાથ પકડ્યો હતો, જેના કારણે તેઓ ડૂબી ન ગયા. 

ઘણા જીવ જોખમમાં છે, બચાવ કાર્ય હજુ ચાલુ છે

અગાઉ રાજસ્થાનથી આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા હતા. ખરેખર રાવણ સર ગામમાં જોહદનું બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યાં એક જ પરિવારના ચાર બાળકો પાણી લેવા ગયા હતા. પરંતુ તે પછી એક બાળકનો પગ લપસી ગયો અને તે જોહદમાં પડી ગયો. પછી તેને બચાવવાના પ્રયાસમાં વધુ ત્રણ બાળકો તે જોહદમાં પડ્યાં. હવે આગ્રાથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને એક જ પરિવારના ઘણા લોકો જોખમમાં હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top