ગત 30 / 12 ના રોજ પાલનપુર કેનાલરોડ ખાતે મારું અને મારી પત્નીનું સિનીયર સિટીઝન કાર્ડ મેળવવા માટે અમે ગયાં હતાં. ભોંયતળિયે આવેલા કેન્દ્રમાં કુલ સાત કાઉન્ટરો છે. તે પૈકી માત્ર પ્રથમ કાઉન્ટર જ ચાલુ હતું, બાકીનાં છ કાઉન્ટરો બંધ હતાં. આ એક ચાલુ કાઉન્ટર ઉપર વ્યકિતઓ જુદીજુદી કામગીરીઓ માટે લાઈનમાં ઊભી હતી. મારી પત્નીએ કાઉન્ટર ઉપર જઈ કલાર્ક પાસે, અરજી ફોર્મ માંગ્યુ તો કલાર્ક મહાશયે ઊંચા અવાજે કહ્યું: ‘‘બધા ડોક્યુમેન્ટર લાવ્યા છો? ખબર છે ને ફોર્મ સાથે શું આપવાનું છે? ઓનલાઈન પણ અરજી થાય છે તો જાતે કેમ આવ્યા? ’’ મારી પત્ની ત્યાંથી ખસી ગઈ અને મેં કેન્દ્રની વીડિયોગ્રાફી શરૂ કરી.
આ જોઈ કલાર્ક મહાશય ઠંડા પડયા ને મને ફોર્મ આપ્યું. મેં અન્ય નાગરિકો સાથે એક કલાક લાઈનમાં ઊભા રહી, ફોર્મ આપી, રસીદ મેળવી. અહીં કેટલાક પ્રશ્નો : (1) જે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી, તોછડી ભાષા વાપરી તે યોગ્ય હતી? શું બધા સીનીયર સિટીઝનો પાસે ‘‘ સ્માર્ટફોન ’’ હોય છે? (3) સીનીયર સીટીઝનો માટે કોઈ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કેમ નથી? (4) શક્ય છે એક જ કલાર્ક હોઈ, કામગીરીના બોજને લીધે દબાણ હેઠળ એણે આવું વર્તન કર્યું હોય તો બીજાં કાઉન્ટરો કેમ ખોલાતાં નથી?
સુરત – ભાર્ગવ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.