Charchapatra

પેન્શનરોની સુવિધાઓ

પેન્શનરોની વિવિધ સમસ્યોઓ પર પ્રકાશ પાડતું રાજેન્દ્ર કર્ણિકનું ચર્ચાપત્ર વાંચ્યું. અભિનંદન.એ સંદર્ભે જણાવવાનું કે વ્યારા નગરમાં જિલ્લા અને તાલુકા કક્ષાનાં બે પેન્શનરોનાં મંડળો છે. બન્ને પોતાના સભ્યોને મદદરૂપ બનવાના સઘળા પ્રયત્નો કરતા રહે છે. ઉદા. મે માસમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓની હયાતીની ખરાઈ બેંકોમાં થતી હોય છે. પોતાના પેન્શનરોની હયાતીની ખરાઈ સરળતાથી ચોકસાઈપૂર્વક અને ઝડપથી થાય તે માટે મંડળ નગરની બેંકોમાં થતી હોય છે. બેંક મેનેજરને મળી, આ કામગીરીમાં બેંકને મદદરૂપ થવા, સવારે 10 થી બપોરે 3 સુધી પોતાનાં પ્રતિનિધિઓ ત્યાં મોકલે છે.

જેઓ પેન્શનરોની હયાતીની કામગીરી કરી તેમનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આપી પેન્શન બુકમાં તે દિવસની તારીખ મારી બેંક અધિકારીના સહી સિક્કા હયાતીપત્રકને પેન્શન બુકમાં મારવા તેમને બેંક અધિકારી પાસે મોકલે છે. મહિના દરમ્યાન નગરમાં પથારીવશ, દિવ્યાંગ, અશકત પેન્શનરો નામ, સરનામાં, પીઓ નંબર, મોબાઈલ નંબર, એલ-એફ વિ એક નોટમાં નોંધ મહિનાના છેલ્લા દિવસે ફોન કરી તેમને પેન્શન બુક મંગાવી તેમના ફોર્મ વિ કાઢી બેંકે આપેલ કારમાં, બેંક અધિકારી વત્તા બે પ્રતિનિધિઓ તેમના ઘરે જઇ તેઓની હયાતીની કામગીરી પૂરી કરે છે. આનું અનુકરણ અન્ય જગ્યાએ પણ થાય તેવી આશા.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top