સુરત : (Surat) સરથાણામાં રહેતી વિધવાને (Widow) લગ્નની (Marriage ) લાલચ આપીને બળાત્કાર (Rape) ગુજારી મહુવામાં રહેતા યુવકે વિધવાને કહ્યું કે, મારી સગાઇ થઇ ગઇ છે, મારે ગામમાં કોમવાદની મેટર હતી તેનું સમાધાન થઇ ગયું છે, તું હવે લગ્નની વાત ભૂલી જજે’. બનાવ અંગે સરથાણા પોલીસ મથકે યુવકની સામે ગુનો નોંધાયો હતો.
- મહુવાનો શ્યામ ગઢવી સુરતના સરથાણામાં રહેતી વિધવા સાથે મિત્રતા કરીને મળવા માટે સુરત આવ્યો હતો
- વિધવાને લગ્ન કરવાનું વચન આપીને શ્યામ તેના ઘરે જ રહેવા લાગ્યો હતો અને વારંવાર બળાત્કાર કર્યો હતો
- શ્યામનો ભાઈ રામ અને મિત્ર ભારતગીરી પણ વિધવાના ઘરે જ રહેવા આવી ગયા હતા
પ્રાપ્ત વિગતો મુજબ મહુવામાં હનુમંત હોસ્પિટલ રોડ, સ્વામીનારાયણ ગુરૂકુલની બાજુમાં રહેતો શ્યામ પીઠાભાઇ ગીયડ (ગઢવી)ની મુલાકાત સરથાણામાં રહેતી વિધવાની સાથે ફેસબુક ઉપર થઇ હતી. આ મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા જ આકસ્મિક મોત થયું હતુ અને ત્યારબાદ તે પોતાની પુત્રી અને બહેનપણી સાથે સરથાણા વિસ્તારમાં રહેતી હતી. શ્યામ ગઢવી વિધવા સાથે મિત્રતા કરીને મળવા માટે સુરત આવ્યો હતો. ત્યારબાદ શ્યામ વિધવાને લગ્ન કરવાનું વચન આપીને તેના જ ઘરે રહેવા લાગ્યો હતો. શ્યામે વિધવાને તેનો આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ એક ફોટો લગ્નના રજીસ્ટ્રેશન માટે આપ્યો હતો. વિધવાને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર પણ ગુજારાયો હતો.
આ દરમિયાન શ્યામનો ભાઇ રામ ગઢવી અને તેનો મિત્ર ભારતગીરી ગૌસ્વામી સુરત આવ્યા હતા અને વિધવા તેમજ શ્યામ ગઢવીની સાથે જ રહેવા લાગ્યા હતા. આ બંનેએ વિધવાને કહ્યું કે, તમે જે લગ્ન કરવાના છો તેમાં સાક્ષી તરીકે અમે સહી કરવાના છીએ. શ્યામ અને વિધવા બંને લગ્ન કરવા માટે ગયા ત્યારે શ્યામએ વિધવાને કહ્યું કે, મારી ગામમાં સગાઇ થઇ ગઇ હતી, અને કોમવાદની મેટર ચાલતી હતી, પરંતુ મારા ભાઇએ તેમાં સમાધાન કરાવી લીધું છે. એટલે હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા. તું લગ્નની વાત ભુલી જજે’. શ્યામ વિધવાને તરછોડી જતો રહ્યો હતો. બનાવ અંગે વિધવાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.