Comments

મંચ ઉપર એન્ટ્રી જેટલી અગત્યની છે, એકઝીટનું પણ એટલુ જ મહત્વ છે

ગુજરાતના ભાજપના કાર્યાલય મંત્રી ભરત પંડયા ધંધુકા જેવા નાના નગરમાંથી અમદાવાદ આવ્યો, જયારે ભાજપની સત્તા આવશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન્હોતી, ત્યારે ભરત ખાનપુર ખાતે આવેલા ભાજપના કાર્યાલયની જવાબદારી સંભાળતો હતો, 1995માં પહેલી વખત સત્તા આવી, પણ છ મહિનામાં શંકરસિંહની સત્તા મહેચ્છાને કારણે સત્તાનું પતન થયુ 1998માં ફરી ચુંટણી આવી, સતત આધાતજનક નિર્ણય લેવાની ટેવવાળા નરેન્દ્ર મોદીએ ધંધુકા બેઠક ઉપરથી ભરત પંડયાને ચુંટણી લડાવવાનો નિર્ણય કર્યો,.

ધંધુકા બેઠક ઉપરથી શંકરસિંહના સાથી દિલીપી પરીખ ચુંટણી જીત્યા હતા અને બાપુએ તેમને મુખ્યમંત્રી પણ બન્યા હતા, આમ ભરતની સીધી ટક્કર ગુજરાતના મુખ્યમંત્રી દિલીપ પરીખ સાથે થવાની હતી ચુંટણી થઈ અને ભરત જાયન્ટ કીલર સાબીત થયો, કાર્યલય મંત્રી માંથી સીધો ધારાસભ્ય થઈ ગયો, આમ સામાન્ય પદથી સીધા જનપ્રતિનિધિ થઈ ગયા પણ તેમને ચુંટણી જીત્યા પછી તરત જાહેરાંત કરી કે હું સરકારમાં કોઈ મંત્રી પદ સ્વીકારીશ નહીં, આમ સત્તામાં હોવા છતાં સરકારથી પોતાને દુર રહેવાનો તેણે નિર્ણય કર્યો વડોદરાના ધારાસભ્ય જીતુ સુખડીયાએ પણ હમણાં જાહેરાંત કરી કે તેઓ હવે ચુંટણી લડવાના નથી.

કોઈ પણ ક્ષેત્રમાં એન્ટ્રી જેટલી મહત્વની છે એટલું જ એકઝીટ પણ પણ મહત્ય હોય છે, કારણ સમય સમયનું કામ કરતો હોય છે જો આપણે એકઝીટનો નિર્ણય કરતા નથી તો સમય અને સંજોગો આપણનો ત્યાંથી ધક્કા મારી કાઢે છે, ભુપેન્દ્ર પટેલને પણ કયારેય અંદાજ નહીં હોય કે તેઓ મુખ્યમંત્રી થશે, વિજય રૂપાણીની આખી સરકાર બદલાઈ જશે તેવુ ખુદ વિજયભાઈને પણ કયારેય સ્વપ્ન પણ આવ્યુ નહીં હોય, વિજય રૂપાણીની સરકારમાં અનેક મંત્રીો એવા હતા કે જેઓ દસકાઓથી સરકારનો હિસ્સો હતા, સૌથી વધુ આધાત કદાચ તેમને જ લાગ્યો હશે, તેઓ સત્તાની ચીરકાલીન સમજતા હશે, ભાજપ ચુંટણી હારી જાય અને મંત્રી પદ જાય તે જુદી બાબત છે,. પણ સત્તાની સડસડાટ દોડતી ગાડીને કોઈ અચાનક બ્રેક મારે અને કહે ચાલો ગાડીમાં ઉતરી જાવ તેવી સ્થિતિ મંત્રીઓની થઈ હતી, આ મંત્રીઓ આવી ક્ષોભજનક સ્થિતિમાંથી બચી શકયા હોત, જો તેમણે પોતાની રીતે એકઝીટનો નિર્ણય કર્યો હતો.

દરેકનો એક સમય હોય છે, કુદરતે પણ આપણને પણ ચોક્કસ સ્થાન ઉપર બેસવાની તક આપી, આપણી આસપાસ નવા લોકો આવ્યા જે કદાચ આપણા સ્થાન માટે યોગ્ય છે અથવા આપણા કરતા પણ હોશીયાર છે, પણ આપણે આપણી પોઝીશન છોડવા તૈયાર નથી, આવી સ્થિતિ નિર્માણ થાય તે બહુ જોખમી છે, અહિયા માત્ર રાજકારણની વાત નથી તે તમારો ધંધો-નોકરી અને ઘર પણ હોઈ શકે છે, આપણે મનમાં આપણી એકઝીટનો એક સમય નક્કી કરી નાખવો જોઈએ, સરકારી નોકરીમાં તો સરકારી કામમાંથી નિવૃત્ત થવાની એક ઉમંર છે, હું અહિયા પ્રવૃતી છોડવાની વાત કરતો નથી નિવૃત્તી અને પ્રવૃત્તીમાં અંતર છે માણસે છેલ્લાં શ્વાસ સુધી પ્રવૃત્ત રહેવુ જોઈએ પણ આપણે નિવૃત્ત થવા માગતા જ નથી, પહેલા તો આપણને લાગે છે આપણને જે આવડે છે તે બીજાને આવડતુ નથી અને આવડશે જ નહીં, ત્યાર પછી આપણી એવુ માનવાની ભુલ કરીએ છીએ કે મારા વગર ચાલશે જ નહીં, ત્રીજુ માનીએ છીએ હું અહિયા નહીં હોવુ ત્યારે બધુ ભાંગી કડડભુસ થઈ જશે પછી થાય છે એવુ કે કોઈ આવી આપણો હાથ પકડી આપણને બહાર કાઢે છે

જયારે આપણે વર્તુળની બહાર હોઈએ છીએ ત્યારે સમજાય છે આપણા વગર પણ કામ સારૂ ચાલે છે, આપણા કરતા પણ વધુ સારુ બીજા ચલાવી શકે છે અને જે વ્યવસ્થા હતી તેની કાકરી પણ ખરી પડી નથી, ત્યારે આપણને બહુ દુખ થાય કારણ આપણે એકઝીટ સ્વૈચ્છાએ લીધી ન્હોતી, પરાણે એકઝીટ લેવી પડી હતી, આવુ જ ઘરમાં પણ થાય છે અથવા થઈ શકે છે, એક સંતાનો તમારી આંગળી પકડી ચાલતા શીખ્યા તે સંતાનોને સમજ નથી તેવુ માતા પિતા સંતાન પચાસ વર્ષનું થાય તો પણ માને છે, જેના કારણે ઘરની રોજબરોજની બાબતમાં  પાલક પોતાનું નાક ખોચ્યા કરે છે, સ્વભાવીક છે ઉમંરના એક મુકામ ઉપર પહોચ્યા પછી આપણા સંતાન પણ આપણી જેમ પોતાનું એક વિશ્વનું નિર્માણ કરવા માગે છે ત્યારે આપણી ફરજ છે તેના કલ્પના વિશ્વના નિર્માણમાં જો  તેને મદદની જરૂર હોય તો જ કરવી અને જો તેને આપણી મદદની જરૂર નથી તો પરાણે તેના ગાર્ડીયન થવાની ભુલ કરવી જોઈએ નહીં.

હું જયારે એકઝીટની વાત કરૂ છુ ત્યારે માત્ર શારિરીક નથી, માનસીક એકઝીટ પણ એટલી જ મહત્વની છે, આપણે ઘરના રોજબરોજના કામમાં દખલ કરતા નથી, પણ આપણુ મન સતત અહિયા ત્યાં બરાબર થાય છે કે નહીં તેની નોંધ લીધા કરતુ હોય તો તે એકઝીટ નથી, એકઝીટનો અર્થ મનથી તે જે તે બાબતથી અલીપ્ત થઈ જવુ, પણ તે સંબંધની વાત હોય તો મારા મિત્ર અને દિવ-દમણ-દાદરાનગર હવેલીના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલ કહે છે કે આપણે વિદેશ ફરવા જવાનું હોય તો પંદર દિવસ પહેલા આપણે બેગ ભરવાની અને પ્રવાસમાં જવાની તૈયારી કરીએ છીએ, જીવનના એક મુકામ પછી આપણને ખબર હોય છે હવે એક નવો પ્રવાસ શરૂ થશે પણ આપણે તે પ્રવાસમાં જવાની કોઈ તૈયારી કરતા નથી, આપણે એવુ માની લઈએ છીએ આપણે અહિયા કાયમી રહેવાના છીએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top