કાયદા ઘણા છે કિન્તુ ફાયદા કરતા ગેરફાયદા વધુ થતા આવ્યા પણ છે! ખેર, ખોટી ફરિયાદ કરવી એ પણ ગુન્હો છે! અલબત, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સભ્યો વિરૂદ્ધ થતા અત્યાચારના ગુના અટકાવવા માટે એટ્રોસિટી એક્ટને અમલમાં મુકવામાં આવ્યો છે. પરંતુ ઘણીવાર આ કાયદાનો દૂરુપયોગ થવાના આક્ષેપો પણ કરવામાં આવે છે, દહેજની ચુકવણી પર લાંબા સમયથી દહેજ ભારતીય કાયદાઓ હેઠળ પ્રતિબંધિત છે. આ કાયદાઓ લાંબા સમયથી બિનઅસરકારક હોવાની સાથે સાથે દુરુપયોગની સંભાવના તરીકે ટીકા કરવામાં આવે છે.
દહેજ પ્રતિબંધક ધારા અન્વયે તથા ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ દાખલ થયેલ એક ગુન્હા સબબ તળેના કામે ઘણા વર્ષો પૂર્વે કો’ક અજાણ્યા ગામના વકીલ મહાશયે તેની પોતાની ઘરવાળીની ખોટી ફરિયાદ અંતર્ગત માનસિક રીતે ત્રસ્ત અને ખીન્ન થઇ મજબૂરી વશ પોતે આત્મહત્યા કરી લીધી હતી, જે દુઃખદ લેખાય! ભારતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉપયોગને નિયંત્રિત કરતા કાયદા સાથે સંબંધિત છે, કિન્તુ ઘણા કિસ્સામાં નાણાંની ચૂકવણી પુરેપુરી યા અંશત: થઇ ગયેલ હોવા છતાં વ્યાજખાદ્યની ખોટી નુકશાની વસુલવા અને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવા વાસ્તે સિક્યુરિટીઝ પેટે એડવાન્સમાં દબાવી રાખેલા, સહી હસ્તાક્ષરો થયેલા કોરા ચેકોના ઓથા અને આડ હેઠળ દુરુપયોગ તેમજ ઈમોશનલ બ્લેકમેલ કરવા તેમજ દિવાની પ્રકરણને ફોજદારી રૂપ ૧૩૮,૪૦૬,૪૦૯,૪૨૦ વિગેરે આપવા પણ થતો હોય છે!
ગોપીપુરા, સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.