વડોદરા : રાજ્યના માધ્યિમક તેમજ ઉચ્ચતર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના રિપટર ખાનગી અને પૃથ્થક વિધાર્થીઓની લેખીત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું . આજથી રાજ્યભરમાં સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ12ની લેખીત પરીક્ષા શરૂ થઈ હતી. વડોદરામાં ધો10ના 17,000થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધો 12માં 5300થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કોરોના મહામારીને પગલે જીલ્લામાં એકજ શહેરમાં લેખીત પરીક્ષા યોજવામાં આવી જેથી કોરાનાનું સંકમણ ફેલાય નહીં .
ધોરણ10ની પરીક્ષા સવારે શરૂ થઈ હતી. વડોદરા શહેરમા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 99 જેટલી બિલ્ડીંગોમાં 838 બ્લોકસ માં બેઠક વ્યવસ્થા ગોઠવવામાબાવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. અને કોરોનાબી ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 12ના 5300થી વધુ વિધાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. પ્રથમ દિવસે 2700 જેટલા વિધાર્થીની પરીક્ષા બપોર બાદ શરૂ થઈ હતી. તે માટે ર૩ બિલ્ડીંગોમા 275 બ્લોકસ રાખવામા આવ્યા છે. 16 બિલ્ડીંગોમા વિજ્ઞાન પ્રવાહ તેમજ 7 બિલ્ડીંગઓમાં સામાન્ય પ્રવાહ માટે બેઠક વ્યવસ્થા કરાઇ છે. શાંતિ પૂર્ણ વાતાવરણમાં પ્રથમ દિવસની પરીક્ષા સંપન્ન થઈ હતી. ધો-10ના વિદ્યાર્થીઓ માટે સવારે 10થી 1:15 કલાક સુધી અને ધો-12ના વિદ્યાર્થીઓ માટે બપોરે 2:30 થી સાંજે 6 કલાક સુધીનો સમય રાખવામાં આવ્યો છે. વડોદરામાં ધો-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મકરપુરા અને ગોત્રી એમ બે ઝોનમાં લેવામાં આવી રહી છે.