વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આજ રોજ વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય શાહ, સાંસદ , મેયરે અને વિવિધ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને કામગીરી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા વિચાર ના કરવામાં આવી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આવવાના હોવાથી એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાન સુધીના રોડ અને કામગીરીને આખરી ઓપ અપાય રહ્યો છે. આખા વિસ્તારની કાયાપલટ પાલિકા દ્વારા કરી નાખી છે.
તદુપરાંત રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર પર મોદીજીના સુસ્વાગતમ ના બેનરો પણ લાગવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે ગઈકાલે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી દ્વારા એરપોર્ટ પર પહોંચી એરપોર્ટ અને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી અને મેદાનની અંદર વિવિધ સ્થળનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી તેમના આગમન માં કોઈ પણ જાતની ખામી ન રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા તથા ભાજપના પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમ સ્થળ એટલે લેપ્રસી ગ્રાઉન્ડ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. લેપ્રસી મેદાનની ચારે બાજુ દીવાલ પર શ્રમિકો દ્વારા ઝુપડા બાંધીને રહેતા હતા તે લોકોને હટાવીને તે દીવાલ પર સ્વચ્છતા ના સંદેશો લોકો સુધી પહોંચે તે માટે પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે ભાપન તથા પાલિકાના દરેક પદાધિકારીઓ દ્વારા આજ રોજ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મંત્રીઓ, વડોદરા સાંસદ,મેયર તથા ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથીવિવિધ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓએ કામગીરી આખરી ઓપ અપાય રહ્યો છે. એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાન સુધી કાચ જેવા ચોખ્ખા રોડ સફાઈ સેવકો દ્વારા કરવામાં આવ્યા તદુપરાંત રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર પર મોદીજીના સુસ્વાગતમ ના બેનરો પણ લાગવાના શરૂ થઇ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે રોડ રસ્તા વચ્ચે આવતા ડિવાઈડર પર ખાલી જગ્યા પર ઘાસની લોન મુકીને ગાર્ડન પાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી તેમના આગમન માં કોઈ પણ જાતની ખામી ન રહે તે માટે વડોદરા મહાનગર પાલિકા તથા ભાજપના પદાધિકારીઓ ખડેપગે નિરીક્ષણ કરી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ એટલે લેપ્રસી ગ્રાઉન્ડ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.
લેપ્રસી મેદાનની ચારે બાજુ દીવાલ પર શ્રમિકો દ્વારા ઝુપડા બાંધીને રહેતા હતા તે લોકોને હટાવીને તે દીવાલ પર સ્વચ્છતા ના સંદેશો લોકો સુધી પહોચે તે માટે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. તથા દીવાલની આજુબાજુ પેવર બ્લોક નાખી ને રોડ સમતલ કરી દેવામાં આવી હતી. લેપ્રસી મેદાનની પાસે આવેલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ડિવાઈડર પર ગ્રીનરી લાવવા માટે તૈયાર ઘાસની લોન નાખવામાં આવી રહી છે.
જનમેદની એકત્ર કરવા માટે અન્ય જિલ્લામાંથી હજારો બસો મંગાવાઇ
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે લેપ્રસી મેદાનમાં સભા સંબોધવાના હોય ત્યારે તે સભામાં આખાય ગુજરાતના શહેર જીલ્લામાંથી આશરે ચારથી પાચ લાખ જનમેદની ઉમટવાની શક્યતાઓ છે. જેથી કરીને ભાજપ તથા પાલિકા દ્વારા આટલી પબ્લિકને લઇ આવવા અને લઇ જવવા માટે વિવિધ બસો, ખાનગી બસો તથા વિટકોસ બસનો ઉપયોગ કરવામાં આવશે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિટકોસ બસ ૧૩૦, વડોદરા આરટીઓ દ્વારા વડોદરા શહેર માટે ૨૦૦ બસ અને અમદાવાદ આરટીઓ દ્વારા વડોદરા ગ્રામ્ય માટે ૧૮૦ બસો, જયારે વડોદરા એસટી ડેપો દ્વારા ચાર જીલ્લામાં જેવા કે આણદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાંથી ૩૦૦૦થી વધુ બસો મોદીની સભા સંબોધવા આવનાર પબ્લિક માટે મુકવામાં આવી છે. આમ વડપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તેમના કર્મભૂમિ પર સભા સબોધવાના હોય ત્યારે તેમાં મોદી ભક્તો ભેગા કરવામાં માટે તંત્રએ ભારે કવાયત હાથ ધરવામાં આવી છે. આમ વિવિધ બસો મારફતે મોદી ભક્તોને લઇ આવવા અને લઇ જવવા માટે તંત્ર દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.