Charchapatra

કરોડો હિંદુઓની આતુરતાનો અંત: ભવ્યાધિભવ્ય રામમંદિરનું શુભ ઉદ્ધઘાટન

તારીખ ૨૨ જાનેવારીએ કરોડો હિન્દુઓની અસીમ આશ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક સમા ઇષ્ટદેવ ગણાતા ભગવાન શ્રી રામચંદ્રજીનાં પવિત્ર મંદિરનું શુભ ઉદ્ધઘાટન અને દર્શન માટેનો મંગળ પ્રવેશ અયોધ્યા ખાતે થઇ રહ્યો છે ત્યારે ભાવિક ભક્તજનો ભાવવિભોર થઇ તેનો હર્ષોનંદ રોકી શકતા નથી! જાણે ભગવાન રામ પોતાનો વનવાસ પૂર્ણ કરી પુર્ન અત્રે આવ્યા હોય અને / અથવા આ કલયુગમાં ફરી પાછો રામે જન્મ યા અવતાર લીધો હોય તેવી અનેરી ખુશીનો માહોલ અને તેની અનુભૂતિનો થનગણાટ અને અહેસાસ સર્વેજનોના ભારે હૈયે થઇ રહ્યો છે!

જાણે ફરી નવી આઝાદી પ્રાપ્ત થઇ હોય યા બીજી દિવાળી આવી હોય…! આમ એક તીર્થ સ્થાનમાં ઉમેરણ થતા યાત્રાળુઓ માટે એક અદ્ભૂત પુણ્યાઈનું સ્થળ મળશે! ઇતિહાસમાં ૨૨ જાનેવારી સુવર્ણ અક્ષરે અંકિત થશે! આ દિવસની ઉજવણી સુવર્ણ દિન તરીકે થશે! આગામી દિવસોમાં સરકાર ૨૨ જાનેવારીને રાષ્ટ્રીય દિન ઘોષિત કરી જાહેર રજા પણ જાહેર કરે તો નવાઈ નહિ માનતા! ભગવાન બધાના હ્ર્દયમાં વસે છે ત્યારે તેવા અતિ શુભ અને સર્વ શ્રેષ્ઠ દિવસે પ્રભુ પધાર્યાની અનહદ ખુશહાલીમાં દેશ દુનિયાનાં મંદિરોમાં અને ઠેરઠેર ધામધૂમથી પૂજા અર્ચના અને ભક્તિભાવથી ભજન કીર્તન અને પ્રાર્થના થશે જાણે ધરતી પર સ્વર્ગનાં દેવી દેવતાઓ ઉતર્યા હોય તેમ ભગવાન રામનીપધરામણી અને પાવનકારી પગલા અયોધ્યા મુકામેનાં મન્દિરમાં પ્રભુશ્રીનાં જયજ્યકારનાં ઘોષ સાથે થશે! હૈ રામ!હૈ પ્રભુ પધારો!

ભલે પધારો!!! હૈ ભગવાન…!
સુરત       – સુનીલ રા. બર્મન–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે. 50મો સ્વર્ણિમ યુવા મહોત્સવ
સુરત શહેરના વીઆઇપી રોડ, વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નેજા હેઠળ 50મો સ્વર્ણિમ યુવા મહોત્સવ તા. 2 જાન્યુ.થી 6 જાન્યુ. 24 સુધી રંગેચંગે ઉજવાયો. જેનો શ્રેય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, કલચલર કમિટી સભ્યો તથા અન્ય આયોજકોના સુચારુ સંચાલનથી સંપન્ન થયો. આ અભિગમનો મુખ્ય હેતુ પ્રાચીન-અર્વાચીન કળા તથા કૌશલ્યનો સંગમ, જ્ઞાન તથા વિજ્ઞાનના સમન્વયથી ભરપૂર રહ્યો. આ યુવા મહોત્સવમાં લોકગીત, સંગીત, કવિતા, નૃત્ય, નાટય, શિલ્પ, હસ્તકલાના આસ્વાદથી સુરતની નગરી તથા દક્ષિણ ગુજરાતમાંથી આવેલાં કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઉત્કર્ષ પ્રતિકૃતિઓની ઝલક આપી હતી. જે બદલ સૌ કલાકાર યુવા ભાઇઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. આ મહોત્સવના આયોજન થકી યુવા વર્ગને તેમની ટેલેન્ટને પ્રદર્શિત કરવાથી તેઓને તેમના ક્ષેત્રમાં વધુ ને વધુ સફળતાનાં સોપાન મેળવવા, નૈતિક મનોબળ પૂરું પાડયું છે. આ યુવા મહોત્સવમાં મીલેટ વાનગીઓ તથા પુસ્તક મેળાનું આયોજન પણ સરાહનીય રહ્યાં.
સુરત   – દીપક બી. દલાલ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top