Gujarat

સામાન્ય લોકો પર મોંઘવારીનો માર વધશે : ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર

ગાંધીનગર: વર્ષ 2023-2024ના નાણાંકિય વર્ષ માટેના કેન્દ્રિય બજેટ પર પ્રત્યાધાત આપતાં ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની (Employment) તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજી બાજુ સીમિત લોકો માટે મદદકર્તા બજેટ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના ગરીબ–સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે. મોંઘવારી આસમાને છે, બેરોજગારી દર વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય બજેટ વધુ એક વખત દેશના કરોડો નાગરિકો સામે છેતરપીંડી સમાન છે. આંકડાઓમાં હેરફેર, યોજનાઓની મોટી મોટી વાતો, શ્રમિક વર્ગો માટે કોઈ નક્કર વાત કરવામાં આવી નથી. શ્રમિકોના હક્ક અધિકાર આપતા કાયદાઓ રદ્દ કરીને ઉધ્યોગગૃહોને લાભ આપવાની ભાજપે વધુ એક જાહેરાત કરી છે. ભાજપની ચુંટણી પ્રચાર સભામાં જે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ની વાતો હતી તે હવે ‘ડેમોગ્રાફિક ડિજાસ્ટર’ તરફ કેન્દ્રીય બજેટ આગળ વધી રહ્યું તેમ જણાય છે. સમગ્ર દ્રષ્ટિએ કેન્દ્રીય બજેટ મોંઘવારી – બેરોજગારી – અસમાનતા વધારનારું અને દેશના સામાન્ય લોકો પર મોંઘવારીનો માર વધારનારું છે.

Most Popular

To Top