નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના (Sri Sri Ravi Shankar) હેલિકોપ્ટરને (Helicopter) તમિલનાડુના (Tamil Nadu) ઇરોડમાં (Erode) ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. શ્રી શ્રી રવિશંકર સિવાય સહિત અન્ય ત્રણ લોકો પણ તેમની સાથે હેલિકોપ્ટરમાં સવાર હતા.
મળતી માહિતી અનુસાર બુધવારે સવારે આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અન્ય ચાર લોકો સાથે હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને સવારે 10.40 વાગ્યે ઈરોડના સત્યમંગલમ ટાઇગર રિઝર્વમાં આદિવાસી વસાહતને યોનીયમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વાતની જાણકારી સ્થાનિક પોલીસને થતાં સ્થળ પર સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શ્રી શ્રી રવિશંકર સાથે અન્ય ત્રણ લોકો પણ હાજર હતા, તેઓ પણ સલામત છે. જો કે થોડીવાર બાદ વાતાવરણમાં સુધારો જણાતા તેમનું હેલિકોપ્ટર ફરી ટેકઓફ કરવામાં આવ્યું હતું. ગામમાં હેલિકોપ્ટર લગભગ 50 મિનિટ સુધી રોકાયું હતું અને આગળ વધવાની માહિતી મળતા ફરી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી.
શ્રી શ્રી રવિશંકર બેંગ્લોરથી તિરુપુર જઈ રહ્યા હતા
શ્રી શ્રી રવિશંકર ખાનગી હેલિકોપ્ટરમાં બેંગલુરુથી તિરુપુર જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં રવિશંકર ઉપરાંત તેમના બે સહાયકો અને પાયલટ સવાર હતા. કદમ્બુર પોલીસ ઇન્સ્પેક્ટર સી વદિવેલ કુમારે જણાવ્યું હતું કે, “જ્યારે હેલિકોપ્ટર લગભગ 10.15 વાગ્યે STR ઉપરથી ઉડી રહ્યું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે પાઈલટ આગળ વધી શક્યો ન હતો. ત્યાર બાદ પાયલટે હેલિકોપ્ટરનું યુકિનિયમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
તમિલનાડુ પઝહંગુડી મક્કલ સંગમ સીપીઆઈના ભૂતપૂર્વ ધારાસભ્ય પીએલ સુંદરમની વિનંતીના આધારે જ્યારે રાજ્યના મંત્રી રામાસામીએ ઉકિનિયમ ગામમાં પહોંચ્યા હતા, પરંતુ તેમના જણાવ્યા અનુસાર જ્યાં સુધી તેઓ સ્થળ પર પહોંચે તે પહેલા હેલિકોપ્ટરને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર એક કલાક માટે ગામમાં હતું અને સવારે 11.30 વાગ્યાની આસપાસ તિરુપુર માટે ફરી ઉડાન ભરી હતી.