Madhya Gujarat

નડિયાદમાં કપિરાજનું વીજશોકથી મૃત્યુ થતા શિક્ષકે અંતિમ સંસ્કાર કર્યા

નડિયાદ: નડિયાદના ગાંધીવાદી શિક્ષકે સમાજ અને વ્યસ્તતાભર્યુ જીવન જીવતા યુવાનો માટે એક ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે. નડિયાદમાં વીજ કરંટથી કપિરાજનું મોત થયું હતું. જેનું આ શિક્ષકે આકડાની ફૂલમાળા પહેરાવી પૂજન કરી અંતિમ સંસ્કાર કર્યા છે અને અબોલ જાનવરો પ્રત્યે સહાનુભૂતિની દર્શાવી છે. નડિયાદ શહેરના વોર્ડ નં.11માં સંતરામ ડેરી પાછળ આવેલા ક્રિષ્નમ બંગલો પાસે રવિવારે વહેલી સવારે વીજ ડીપી પર કૂદાકૂદ કરી રહેલા કપીરાજ એલટી. લાઈનને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી અને 3 ફેજ પૈકી 1 ફેઝની લાઈટ બંધ થઈ ગઈ હતી, જેના કારણે 60થી વધુ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. જ્યારે કપિરાજને વીજ કરંટ લાગતા જમીન પર પટકાતા જ મૃત્યુ પામ્યા હતા.

આ બાદ યુધ્ધના ધોરણે તંત્ર એ કામગીરી શરૂ કરી ખોરવાઈ ગયેલા વીજ પુરવઠાને ચાલુ કર્યો હતો. તો બીજીતરફ મરણ પામેલા આ અબોલ વાનર પ્રત્યે કોઈ વ્યક્તિએ સભાનતા ન દાખવતા અંતે અહીંયા ક્રિષ્નમ બંગ્લોઝમા રહેતા અને નડિયાદ પાસેના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે સોસાયટીના મહેશભાઈ સરગરા તથા કાલિદાસની મદદ લઈને ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો. સાથે 10 કિલો મીઠાનો પણ ઉપયોગ કર્યો અને કપિરાજના અંતિમ સંસ્કાર કર્યા છે. વીજ કરંટથી આકસ્મિક મરણ પામેલ કપિરાજને આકડાની ફૂલમાળા પહેરાવી પૂજન કરી અંતિમ સંસ્કાર કરી દીધા પણ કર્યો હતો.

Most Popular

To Top