સુરત (Surat): વીજકંપનીઓની (Electricity Company) વિદ્યુત સહાયકની પરીક્ષામાં (electrical assistant Exam) સોફ્ટવેયરના (Software) માધ્યમથી ગેરરિતી આચરી ઉમેદવારોને (Candidate) ખોટી રીતે પાસ કરાવવાના ગુનામાં ઝડપાયેલા આરોપી નારણ મારૂની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
- વિદ્યુત સહાયકની પરીક્ષામાં કૌભાંડમાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
- જુનાગઢના આરોપી નારણ મારૂની જૂનમાં ધરપકડ કરી હતી
કેસની વિગત એવી છે કે ગુજરાત રાજ્યની વિવિધ વીજકંપનીઓ જેવી કે ડીજીવીસીએલ(DGVCL), એમજીવીસીએલ(MGVCL), યુજીવીસીએલ(UGVCL) , પીડીવીસીએલ (PDVCL) તથા જીએસઇસીએલમાં (GSECL) કુલ 2156 વિદ્યુત સહાયકની ફરતી માટે સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં પરીક્ષા લેવાઈ હતી. તેમાં નારણ મારૂ સહિતના આરોપીઓએ કાવતરૂ રચીને જે કોઈ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારનો નંબર આવે તેનો પહેલાથી સંપર્ક કરી લેતા હતા.
ઉમેદવાર પાસેથી રૂપિયા લઈ અગાઉથી જ તેનો ફોટો કેન્દ્ર પર મોકલી દેવાતો
ઉમેદવાર પાસેથી રૂપિયા મેળવીને ઉમેદવારનો પ્રવેશપત્ર અને ફોટોગ્રાફ પહેલાથી પરીક્ષા કેન્દ્રવાળાને મોકલી આપતા હતા. પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા પરીક્ષા કેન્દ્રમાં સ્ક્રીન સ્પ્લીન્ટરથી એકજ સીપીયુથી બે મોનિટર ઓપરેટ થાય તેવા સોફ્ટવેયરના માધ્યમથી ગોઠવણ કરી લેતા હતા. ત્યાર બાદ સ્ક્રીન પર દેખાતા ઓનલાઈન પ્રશ્નપત્રના પ્રશ્નના જવાબ વાયરલેસ માઉસથી ઉમેદવારના બદલે પરીક્ષા કેન્દ્રમાંથી અન્ય કોઈ વ્યકિત ક્લીક કરીને ઉમેદવારને પાસ કરાવી દેતા હતા.
નારણ મારૂની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
આ બાબતે સુરત ક્રાઈમ બ્રાંચમાં 10 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે વધુ એક આરોપી નારણ ભોજાભાઈ મારૂ (રહે. સ્નેહલ પાર્ક સોસાયટી-1, મીરાનગર, જુનાગઢ)ની ધરપકડ કરી હતી. 7 જૂન 2023થી આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીએ તેના એડવોકેટ મારફત કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સરકાર તરફે એડવોકેટ વી.સી. પંચાલે આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે સરકારી એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.