Madhya Gujarat

ચૂંટણી આવે એટલે આવન જાવનના કાર્યક્રમો થતાં રહે

નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસની મિશન ૨૦૨૨ અંતર્ગત સભ્ય નોંધણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ હતી. પૂર્વ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાભરના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ વ્યકિત પક્ષ કરતા પોતાને મોટો સમજી લે ત્યારે એને પક્ષ પલ્ટો કરવાનો વિચાર આવતો હોય છે, કદાચ કેટલાક મિત્રો ને એવો વિચાર આવ્યો હોય એ એમનો પ્રશ્ન છે પણ કોંગ્રેસ પાર્ટી આજે પણ તેની મજબૂત વિચારધારા સાથે આ નવા અગ્રેજો સાથે સંઘર્ષ કરશે. ચૂંટણીઓ આવે એટલે આવન જાવનના કાર્યક્રમો થતાં હોય છે. થોડા લોકોના આવવા જવાથી કોંગ્રેસના કાર્યકરોના મનોબળ પર કોઈ અસર નહી થાય. કોંગ્રેસ પક્ષ જન આંદોલનમાંથી ઉભો થયેલો પક્ષ છે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સત્તા માટે પોતાની નીતિમાં ફેરફાર કર્યો નથી. એના કારણે જ અમુક લોકોએ કોંગ્રેસ મુક્ત ભારત કરવાના સપનાં જોયા અને પ્રયત્નો પણ કરી જોયા છે.  આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રભારી સહિત કપડવંજ, ઠાસરા અને મહુધાના કોંગ્રેસી ધારાસભ્યો ઉપરાંત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Most Popular

To Top