સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) લડવા માટે ઇચ્છુક દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા ભાજપના (BJP) નિરિક્ષકોએ બે દિવસ દરમિયાન તમામ વોર્ડના ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજુઆતો સાંભળવાની ઔપચારિકતા પુરી કરી દીધી હોય, હવે મોવડી મંડળ સમક્ષ રિપોર્ટ મુકાશે. આ વખતે ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ બાકીના પ્રક્રિયા માટે સમય ઘણો ઓછો હોય પક્ષ દ્વારા ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યાં છે.
નિરિક્ષકો દ્વારા રજુઆતો સાંભળવાની પ્રક્રિયા પુરી થયા બાદ હવે ટૂંક સમયમાં શહેર સંગઠન દ્વારા પેનલ બનાવી મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે તેમજ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારો પર મંજૂરીની મહોર લગાવાશે. બે દિવસની મેરેથોન રજૂઆતોના દોર દરમિયાન 30 વોર્ડ માટે કુલ 1949 દાવેદારોએ ટિકીટની માંગણી કરી છે. અઢી દાયકાથી સુરત મનપામાં શાસન કરી રહેલા ભાજપમાંથી ચૂંટણી લડવા માટે સ્વાભાવિક જ દર વખતની જેમ આ વખતે પણ ઘસારો થયો છે. તેથી તમામ વોર્ડમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જો કે સૌથી વધુ 103 દાવેદારો પુર્વ સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ દલાલના વોર્ડ નંબર 10 અડાજણ-પાલ-ઈચ્છાપોરમાં છે. જયારે સૌથી ઓછા 35 દાવેદારો કાપોદ્રા વોર્ડ નંબર 4 માં નોંધાયા છે. આ વોર્ડમાં ગત વખતે પાટીદાર ફેકટરનું જોર જોરદાર રહ્યું હતું. હાલમાં પણ આ વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવાની ચર્ચા છે.
ઘણા વર્તમાન નગર સેવકોએ 2-2 વોર્ડમાંથી દાવેદારી કરી
નિરીક્ષકો સામે કેટલાક દાવેદારોએ પોતાની 20થી 30 વર્ષ સુધીની રાજકીય અને સામાજિક પ્રોફાઈલ રજૂ કરી હતી. તેમજ નવા વોર્ડ સિમાંકનને કારણે એક તેનો મતવિસ્તાર જુદા જુદા વોર્ડમાં વહેંચાઇ ગયો હોય એકથી વધુ વોર્ડમાં અમુક નગર સેવકોએ ટિકીટની માંગણી કરી છે.
વર્તમાન કોર્પોરેટર કલ્પના અટોદરીયા અને સુધા નાહટાએ દાવેદારી કરી નહીં
ભાજપના નિરિક્ષકો સમક્ષ રજૂઆતમાં મોટા ભાગના વર્તમાન કોર્પોરેટરોએ ટિકીટની માંગણી કરી છે. ત્યારે અલથાણ વોર્ડના વર્તમાન કોર્પેોરેટર અને પુર્વ મહામંત્રી મદનસિંહ અટોદરીયાના પત્નિ કલ્પનાબેન અટોદરીયાઆએ નિરિક્ષક રૂત્વિજ પટેલ સમક્ષ ટિકીટની દાવેદારી કરવાને બદલે એવું જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખે 55 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકીટી નહી માંગવા જણાવ્યું હોવાથી તેમના શબ્દોને માન આપીને ટિકીટની માંગણી કરતી નથી. આ ઉપરાંત વર્તમાન કોર્પોરેટર સુધા નાહટાએ પણ ટિકીટ માટે ઉમેદવારી નહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નંબર 8 (ડભોલી-સિંગણપોર)માં અનામત બેઠક માટે શહેરભરના એસસી નેતાઓનું લોબિંગ
વોર્ડ નંબર આઠ ડભોલી-સિંગણપોરમાં આ વખતે એસસી માટે પુરૂષ અનામત બેઠક છે. તેથી શહેરભરના એસસી નેતાઓએ આ બેઠક પરથી ટિકીટ મેળવવા લોબિંગ શરૂ કર્યું છે. આ વોર્ડના કુલ 80 દાવેદારો છે તેમાં સૌથી વધુ 40 દાવેદારો તો એસસી નેતાઓ જ છે. ગત ટર્મમાં વોર્ડ 1 માંથી ચૂંટણી લડનારા રમણ પરમારે પણ આ વોર્ડમાંથી ટિકીટ માંગી છે. તો જેના જુના વોર્ડનો મોટો ભાગ આ વોર્ડમાં આવી ગયો છે. તે વર્તમાન કોર્પોરેટર અનીલ ભોજ પણ આ વોર્ડમાંથી દાવેદારી કરી રહ્યાં છે.
વોર્ડ નામ ઉમેદવારો
- 1 જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ 66
- 2 અમરોલી-મોટાવરાછા-કઠોર 70
- 3 વરાછા,સરથાણા,સીમાડા,લસકાણા 59
- 4 કાપોદ્રા 36
- 5 ફુલપાડા-અશ્વિનીકુમાર 47
- 6 કતારગામ 63
- 7 કતારગામ-વેડ 43
- 8 ડભોલી-સિંગણપોર 80
- 9 રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર 70
- 10 અડાજણ-પાલ-ઇચ્છાપોર 103
- 11 અડાજણ-ગોરાટ 57
- 12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા 75
- 13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા 80
- 14 ઉમરવાડા-માતાવાડી 41
- 15 કરંજ-મગોબ 65
- 16 પુણા(પશ્વિમ) 50
- 17 પુણા-પૂર્વ 41
- 18 લિંબાયત-પરવટ-કુંભારિયા 63
- 19 આંજણા-ડુંભાલ 74
- 20 ખટોદરા-મજુરા-સગરામપુરા 72
- 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ 64
- 22 ભટાર-વેસુ-ડુમસ 69
- 23 બમરોલી-ઉધના(ઉતર) 61
- 24 ઉધના(દક્ષિણ) 67
- 25 લિંબાયત-ઉધનાયાર્ડ 76
- 26 ગોડાદરા-ડિંડોલી(ઉતર) 69
- 27 ડિંડોલી(દક્ષિણ) 64
- 28 પાંડેસરા-ભેસ્તાન 76
- 29 અલથાણ-બમરોલી-વડોદ 76
- 30 કનસાડ-સચિન-ઉન-આભવા 72