Dakshin Gujarat

ચૂંટણીને પગલે દક્ષિણ ગુજરાતનું તંત્ર સજ્જ: ઝોનલ અધિકારીઓની નિમણૂંકનો દોર શરૂ

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28 ઝોનલ અધિકારી ઉપરાંત 260 પ્રિસાઇડીંગ અને 260 પોલીંગ ઓફસરો (Polling officers) માટેના હુકમ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ બારડોલી તાલુકા સેવા સદન ખાતે બારડોલી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષના આગેવાનોની એક બેઠક (Meeting) ચૂંટણી અધિકારી અને એસડીએમ બારડોલી (Bardoli) વી.એન. રબારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ચૂંટણીની આચારસંહિતા અને ચૂંટણી પ્રક્રિયા વિષે માહિતી આપવામાં આવી હતી.

આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ચીખલી તાલુકામાં તાલુકા પંચાયતની ૨૮ અને જિલ્લા પંચાયતની આઠ બેઠકોની ચૂંટણીમાં તાલુકાભરમાં ૨૨૧ મતદાન કેન્દ્રો છે. તંત્ર દ્વારા હાલે ૨૬૦ જેટલા પ્રિસાઇડીંગ અને ૨૬૦ જેટલા પોલીંગ ઓફિસરોની નિમણૂંક કરી દેવામાં આવી છે અને આગામી ૫ અને ૬ ફેબ્રુઆરીના રોજ કર્મચારીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ ચીખલી તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

લાયસન્સ ધરાવતા ૩૫ ગન-પિસ્તોલ જમા કરવામાં આવી
તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને પોલીસ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. તાલુકામાં લાયસન્સ ધરાવતા ૩૫ ગન-પિસ્તોલ લાયસન્સ ધારકો દ્વારા જમા કરવામાં આવી છે. જ્યારે 6 જેટલા બેંક સીક્યુરીટી ગાર્ડને મુકિત આપવામાં આવી છે.

રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક

બારડોલી : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારના રોજ બારડોલી તાલુકા સેવા સદન ખાતે બારડોલી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષના આગેવાનોની એક બેઠક ચૂંટણી અધિકારી અને એસડીએમ બારડોલી વી.એન. રબારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ચૂંટણીની આચારસંહિતા અને ચૂંટણી પ્રક્રિયા વિષે માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેની તૈયારીઑ શરૂ કરી દીધી છે. આગામી 28મીના રોજ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. બારડોલી નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને એસડીએમ વી.એન.રબારીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિતિમાં એક બેઠક અને ટ્રેનીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top