સુરત: (Surat) ન્યૂ વીઆઇપી રોડ ઉપર પોલીસના (Police) મારથી બચીને પોલીસની વાનમાંથી કૂદી ગયેલો યુવક કોમામાં સરી પડ્યો હતો. આ ઘટનાને લઇને કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરવામાં આવતાં કોર્ટે (Court) ઉમરા પોલીસ સ્ટાફની સામે ગુનો (Complaint) નોંધવાનો આદેશ (Order) કર્યો હતો. આ ઘટનામાં ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તેમજ જવાબદાર અધિકારીની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
- મિત્રો સાથે નાસ્તો કરી વેસૂના કાફેમાંથી બહાર આવતા યુવક અને પોલીસ વચ્ચે કરફ્યૂના સમય બાબતે બોલાચાલી થઈ હતી
- ‘અમને સમય બતાવતા શીખવાડે છે?’ કહી યુવકને માર માર્યો હતો
- પોલીસ વાનમાં બેસાડી યુવકને લઈ જતા હતા ત્યારે ગભરાયેલો યુવક કૂદી પડ્યો હતો, કોમામાં સરી પડ્યો
આ કેસની વિગત મુજબ ભરીમાતા રોડ ઉપર ગુલશન પાર્કમાં રહેતા અંસારી કામીલ અબ્દુલ રઝ્ઝાક ઇશ્હાકનો પુત્ર સમીર તા.22-7-2021ના રોજ તેના મિત્રો સાથે ન્યૂ વીઆઇપી રોડ, વેસુ પાસે આવેલા એન્જિંગ કાફેમાં (Cafe) નાસ્તો કરવા માટે ગયો હતો. કાફેમાં નાસ્તો કરીને બહાર નીકળ્યા ત્યાં જ ઉમરા પોલીસનો સ્ટાફ આવ્યો હતો. તેઓએ સમીરને કાયદો બતાવીને માસ્ક (Mask) પહેર્વા કહ્યું હતું. સમીરે રાત્રે 9 વાગ્યા છે, કરફ્યૂ (Curfew) તો 10 વાગ્યે શરૂ થાય છે તેવી દલીલો કરતાં પોલીસનો ઇગો હર્ટ (Ego hurt) થયો હતો. સમીરને જબરદસ્તીથી વાનમાં બે સીટની વચ્ચે બેસાડી દઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. આ ઉપરાંત સમીરને ધક્કો જેવું લાગતાં સમીર ગાડીમાંથી કૂદી ગયો હતો. સમીરને માથામાં તેમજ હાથ-પગના ભાગે વધારે ઇજા (Injured) થતાં સિવિલમાં (Civil) સારવાર (Treatment) લેવામાં આવી હતી.
પોલીસના અમાનુષી અત્યાચારને લઇને સમીરના પિતાએ વકીલ અજય વેલાવાલા મારફતે સુરત ચીફ કોર્ટમાં ફરિયાદ કરીને ઉમરા પોલીસના સ્ટાફની સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. કોર્ટે ઉમરા પોલીસ સ્ટાફની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ આજે ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તેમજ જવાબદાર અધિકારીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.