સુરત(Surat): આજે તા. 5 માર્ચના રોજ સુરત ખાતે આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં (VNSGU) વિદ્યાર્થીઓએ ભેગા થઈ પૂતળાં દહન કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના (ABVP) નેજા હેઠળ આ વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓએ કોનું પૂતળું બાળ્યું? કઈ વાતનો તેમનો વિરોધ છે? અને શું માંગણી છે…? ચાલો જાણીએ..
સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળની (West Bengal) તૃણમુલ કોંગ્રેસની (TMC) સરકાર દ્વારા મહિલાઓ પર કરાતા અત્યાચારના વિરોધમાં (Protest against violence against women) મમતા બેનરજીના (Mamata Banerjee) પૂતળાં દહનનો (Burning Statues) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અખિલ વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ મમતા સરકારનું પૂતળું બાળ્યું હતું. આ સાથે જ મહિલાઓનું અપમાન કરનાર મમતા સરકાર માફી માંગે તેવી માંગણી કરી હતી. તેમજ મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર નેતા વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગણી કરી હતી.
મહિલાઓ કે સન્માન મેં… સ્ટુડન્ટ્સે સૂત્રોચ્ચાર કર્યા
આજે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા સરકાર અને તૃણમૃલ કોંગ્રેસના નેતા સામે દેખાવ અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મમતા સરકારનું પૂતળા દહન કરવામાં આવ્યું છે. ”મહિલાઓ કે સન્માન મેં એબીવીપી કે માન મેં”ના સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી ભારે વિરોધ નોંધવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર જ વિદ્યાર્થી પરિષદ દ્વારા રામધૂન બોલાવી મમતા સરકારને અને તેમના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સંદેશખાલીની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તૃણમૃલ કોંગ્રેસના નેતા સાહબાજ ખાન સામે કડક થી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળમાં આવેલા સંદેશખલીમાં માં તૃણમૃલ કોંગ્રેસના આગેવાન અને નેતા શાહબાઝ ખાન દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને અઘટિત આરોપ મૂકવામાં આવ્યા હતા. તૃણ મુલ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા આ ગંભીર આરોપો ના પગલે દેશભરમાં વિરોધ નો સુર ઉઠ્યો છે. મમતા સરકારને ઘેરવા માટે વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે. પશ્ચિમ બંગાળમાં એક મુખ્યમંત્રી મહિલા હોવા છતાં મહિલાઓનું સન્માન ન જાળવાતા મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.