વડોદરા : શહેરની એમ.એસ.યુનિવર્સીટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. અગાઉ નમાજ પઢવાનો મામલો, વિદ્યાર્થીની, મહિલા પ્રાધ્યાપકની છેડતી તો હવે મારામારી આમ બાબત બની ગઈ હોય તેમ એમ.એસ યુનિવર્સિટીમાં ચૂંટણી થવાના એંધાણ વચ્ચે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ચાર વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ત્યારે આ વખતે એમએસ યુનિવર્સિટીમાં ચૂંટણી યોજાશે.તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. આ સાથે જ કોમર્સ ફેકલ્ટી એ વિદ્યાર્થીઓને આંદોલન કરવાનો એક ઓપ આપી દીધો છે.
ત્યારે આ મામલે રજૂઆતની દેખા દેખીમાં તમામ વિદ્યાર્થી જૂથો આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડીંગ ખાતે એજીએસજી ગ્રુપ અને એજીએસયુ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. તેમાં એજીએસજી ગ્રુપના વિદ્યાર્થી આયુ સિંગને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે તેમ કહી શકાય કે આ વર્ષે સીટો વધારવાના મુદ્દે તમામ વિદ્યાર્થીઓ આંદોલન તો કરી રહ્યા છે.
પરંતુ ચૂંટણી સર્જાય તેવા એંધાણ વચ્ચે દેખાદેખીનો ખેલ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે અહીંયા ઊભા રહ્યા હતા તે સમય દરમિયાન એજીએસયુ ગ્રુપના મેમ્બર ટોળું બનાવીને ઉભા રહ્યા હતા મેં અને મારા મિત્ર કોમેન્ટ પાસ કરતા હતા અને એ દરમિયાન એ ગ્રુપમાંથી એક વિદ્યાર્થીની આવીને પૂછવા લાગી અને તેણે એક લાફો ચોઢી દીધો.તો એવામાં એ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ અમારી પર તૂટી પડ્યા અને મને માથામાં કડું વાગ્યું છે.
જ્યારે અન્ય એક વિદ્યાર્થી જણાવ્યું હતું કે આ ગ્રુપના વિદ્યાર્થીઓ અગાઉ પણ મારી સાથે આવું કરી ચૂક્યા છે.આ લોકોનું ગુંડા રાજ છે. તેઓ દ્વારા ફરી વખત હાથ ઉપાડવામાં આવ્યો છે હવે તો છોકરીઓ પણ હાથ ઉપાડી રહી છે ગ્રુપનું ટોળું જેટલા આંદોલનમાં હતા એ તમામ વિદ્યાર્થીઓ તૂટી પડ્યા 20 થી 30 જેટલા વિદ્યાર્થીઓએ અમને માર માર્યો છે.
ઉલ્લેખનીય છે કે સવારના સુમારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એજીએસજી અને એજીએસયુ ગ્રુપ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. ત્યારબાદ આ વધુ એક ઘર્ષણ સર્જાતા એક જ દિવસમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બે વખત મારામારીની ઘટના બની હતી.
બનાવટી ISO 9001 અને ISO 21001 સર્ટિ.નું કૌભાંડ
વડોદરા : યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના કોમર્સ અને બિજનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા યુનિ.માં તા.25 થી 27 ઓગષ્ટ 2022 ના સમયમાં NAACનું ઇન્સ્પેકશન કમિટીમાં મૂકવામાં આવેલ ISO 9001 અને ISO 21001 સર્ટિફિકેટ બનાવટી છે કે કેમ તેની તપાસ કરવા માટે કપીલ જોષી સેનેટ મેમ્બર દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરાઈ હતી. વાઈસ ચાન્સેલર, પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ,ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાને આપેલું આવેદનપત્ર વાઈસ ચાન્સેલર ન મળ્યા હોવાથી સેનેટ મેમ્બર કપિલ જોષીએ રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમાને આપી રજૂઆત કરાઈ હતી.મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીના કોમર્સ અને બિજનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એમ.એસ. યુનિ.માં ૨૫ થી ૨૭ ઓગષ્ટ ૨૦૨૨ના સમયમાં NAACનું ઇન્સ્પેકશન કમિટીમાં મૂકવામાં આવેલ ISO 9001 અને ISO 21001 સર્ટિફિકેટ બનાવટી છે કે કેમ તેની તપાસ કરવા માટે માંગ કરાઈ છે.
આ અંગે સેનેટ મેમ્બર કપિલ જોષીએ જણાવ્યું હતું કે કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા 2022ની NAAC કમિટી સમક્ષ ISO સર્ટિફિકેટસ રજૂ કરવાંમાં આવ્યા હતાં. અમારી જાણકારી મૂજબ આ ISO સર્ટિફિકેટસ જે એજન્સી દ્વારા આપવામાં આવ્યાં છે તેવી કોઈ કાયેદેસરની એજન્સી છે જ નહી. તેથી આ સર્ટિફિકેટ ખોટાં અથવા બનાવટી હોવાની પૂરી માહીતી છે. આ એક અતિ ગંભીર બાબત છે. જે યુનિવર્સિટી અને NAACને ગેરમાર્ગે દોરવા માટે ગુનાહિત બનાવટ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. આ સર્ટિફિકેટસ કોમર્સ અને બિજનેસ મેનેજમેન્ટ વિભાગના હેડ દ્વારા, ફેકલ્ટીના ડીન પરવાનગી અને જાણકારી માં NAAC સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતા.
તપાસ કરતા જાણવા મળે છે આ નામની કોઈ માન્યતા પ્રાપ્ત એજન્સી છે જ નહી. આ બાબતની નિષ્પક્ષ તપાસ કરીને ,જવાબદાર સામે દાખલા રૂપ પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે.આ સર્ટિફિકેટ ની ખરાઈ અને તે મેળવવા માટેની પ્રક્રિયાઓ ઉપર કેટલાંક ગંભીર સવાલો ઉભા થઇ રહ્યાં છે. નીચે મુજબ સવાલોનું તપાસ કરવાની મારી માંગ છે.આવું સર્ટિફિકેટ મેળવવા માટે ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી કે યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા કોઈ ઠરાવ / દસ્તાવેજ કરવાં માં આવ્યો છે? શું કોઈ કમિટી ની રચના કરવામાં આવી હતી ? ફેકલ્ટી અથવા યુનિ.ના કોણ જવાબદાર અધિકારી દ્વારા આ સર્ટિફિકેટ મેળવવા માટે સંબંધિત એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ?