નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) દારૂ નીતિને (Liquor Policy) લઈને આમ આદમી પાર્ટી (AAP) પર ઘણી ટીકાઓ થઈ રહી છે. ત્યારે આ નીતિને લઈને EDએ પણ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ (Money Laundering) તપાસના સંબંધમાં અન્ય એક ઉદ્યોગપતિ અમિત અરોરાની (Amit Arora) ધરપકડ (Arrest) કરી છે. અરોરા ગુરુગ્રામ સ્થિત ‘બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED દ્વારા આ છઠ્ઠી ધરપકડ છે. અરોરાની મંગળવારે રાત્રે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અરોરાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે પરંતુ તપાસ એજન્સી અરોરાને કસ્ટડીમાં લેવાની અરજી કરી કરશે.
સીબીઆઈની FIR બાદ કેસ નોંધવામાં આવ્યો
CBIની FIR બાદ EDએ આ કેસ નોંધ્યો હતો. આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સીબીઆઈએ દાવો કર્યો છે કે અમિત અરોરા અને અન્ય 2 આરોપીઓ દિનેશ અરોરા અને અર્જુન પાંડે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સીસોદિયાના નજીકના સહયોગી છે અને તેઓ લોક સેવરો પાસેથી દારૂના લાઈસેન્સ ધારકો પાસેથી એકઠા થયેલા પૈસાથી ગેરકાયદેસ નાણાકીય વ્યવસ્થાપન અને હેરાફેરીમાં પણ સામેલ હતા. EDએ ગયા અઠવાડિયે આ કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રુ અને કેટલીક સંસ્થાઓના નામ આપવામાં આવ્યા હતા.
કોણ છે EDના હાથે ઝડપાયેલા અમિત અરોરા?
CBIની FIRમાં અમિત અરોરા આરોપી નંબર 9 છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત અરોરા એ જ દારૂના ધંધાર્થી છે જે ભાજપના સ્ટિંગ ઓપરેશનમાં પણ દેખાયા હતા. સીબીઆઈએ અમિત અરોરાની પણ પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે EDએ અમિત અરોરાના ઘર પર દરોડા પાડ્યા હતા. અમિત અરોરા બડી રિટેલ્સ અને અન્ય 13 કંપનીઓના ડિરેક્ટર છે અને અગાઉ તેઓ 37 કંપનીઓમાં ડિરેક્ટર હતા. અરોરાની આ કંપનીઓની એક્સાઇઝ પોલિસીમાં ફેરફારમાં મહત્વની ભૂમિકા હોવાની શંકા છે. આ કંપનીઓના ખાતામાંથી હોટેલ અને ફ્લાઈટ ટિકિટ બુક કરવામાં આવી હતી.
દારૂ કૌભાંડમાં અરોરાની ભૂમિકા તપાસ કરવામાં આવશે
અમિત અરોરાની ઉદારતાથી અમલદારો અને રાજકારણીઓ સહિત સરકારી કર્મચારીઓને ફાયદો થયો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. CBI અને EDને શંકા છે કે નવી દારૂની નીતિ ઘડવામાં અરોરાની સાથે અન્ય લોકોનો હાથ હતો, જેમને ફેરફારનો સીધો ફાયદો થયો હતો. બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ દિલ્હીમાં બે ઝોનમાં દારૂનો વેપાર કરે છે – એરપોર્ટ ઝોન અને ઝોન-30. એ પણ તપાસ ચાલી રહી છે કે અમિત અરોરાની કંપનીએ એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધી હતી કે નહીં? અરોરા કથિત રીતે 2 અમલદારોના સંપર્કમાં હતા જેઓ દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ હતા.