નવી દિલ્હી: આજથી સંસદનું બજેટ સત્ર (Budget Session) શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રથમ વખત સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિના સંબોધન બાદ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી દેશની આર્થિક સ્થિતિ જાણવા મળી હતી. બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજુ કરવામાં આવ્યો છે. 2023-24માં વિકાસ દર 6-6.8 ટકા સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ નોમિનલ GDPનો અંદાજ 11 ટકા લગાવવામાં આવ્યો છે. FY23માટે રિયલ GDPનો અંદાજ 7% છે. આ છેલ્લા 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે.
2023-24માં વિકાસ દર 6-6.8 સુધી રહેવાનો અંદાજો
સંસદમાં બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજુ કરવામાં આવ્યો છે. 2023-24માં વિકાસ દર 6-6.8 સુધી રહેવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ સાથે જ નોમિનલ જીડીપી 11 ટકા રહી શકે છે. સર્વેમાં, નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5% અંદાજવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે. જ્યારે નોમિનલ નજીવી જીડીપીના 11% હોવાનો અંદાજ છે. FY23 માટે વાસ્તવિક જીડીપી અંદાજ 7% છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની શકે છે. આ સિવાય તેમાં કહેવામાં આવ્યું છે કે દેશના અર્થતંત્રએ જે પણ ગૂમાવ્યું છે તે ઝડપથી પરત મળશે. કોરોના મહામારીમાં જે ગતિવિધિઓ ધીમ થઈ ગઈ હતી, ફરી તેને વેગ મળ્યો છે. સર્વે મુજબ PPP (પરચેસિંગ પાવર પેરિટી)ના મામલામાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
મોંઘવારીનો દર કેટલો વધી શકે છે
બજેટ સત્રમાં રજુ થયેલ આ આર્થિક સર્વે અમૃત કાલ થીમ પર આધારિત છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના જોખમમાં ઘટાડાને કારણે સપ્લાય ચેઇનમાં સુધારો અને મજબૂત સ્થાનિક માંગ વૃદ્ધિને ટેકો આપશે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે આગામી નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહેવાની ધારણા છે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ અને કંપનીઓની બેલેન્સ શીટમાં મજબૂતીના સંકેતો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે IBCની વ્યવસ્થાને કારણે ‘ઇઝ ઓફ ડુઇંગ’ બિઝનેસમાં વધારો થયો છે. સરકારે સર્વેમાં જણાવ્યું છે કે ભારત સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વની મોટી શક્તિ બની ગયું છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વિદેશી મુદ્રાનો પૂરતો ભંડાર છે. તેનાથી કરંટ ડેફિસિટ (CAD)ની ભરપાઈ થશે. રૂપિયો ગગડતો બચાવવા માટે રિઝર્વ બેંકને વિદેશી મુદ્રા ભંડારમાં હસ્તક્ષેપ કરવાનો અવકાશ પણ રહેશે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આજે પણ દેશની 65 ટકા વસ્તી ગામડાઓમાં રહે છે. તેમાંથી 47 ટકા વસ્તી તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. તેથી જ સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર ધ્યાન આપે તે જરૂરી છે.
આર્થિક સર્વે શું છે?
કેન્દ્રીય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા જ આર્થિક સર્વેક્ષણ આગળ મૂકવામાં આવે છે. આ આર્થિક સર્વે બજેટનો મુખ્ય આધાર છે અને તેમાં અર્થવ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર બહાર આવે છે. તેના દ્વારા સરકાર દેશની અર્થવ્યવસ્થાની નવીનતમ સ્થિતિ વિશે જણાવે છે. જેમાં વર્ષ દરમિયાન વિકાસનું વલણ, કયા ક્ષેત્રમાંથી કેટલી કમાણી થઈ, કયા ક્ષેત્રમાં યોજનાઓ કેવી રીતે લાગુ કરવામાં આવી.
બજેટનો મુખ્ય આધાર
આર્થિક સર્વેને બજેટનો મુખ્ય આધાર માનવામાં આવે છે. પરંતુ, એ જરૂરી નથી કે સરકાર તેની ભલામણોનો અમલ કરે. આર્થિક સર્વેક્ષણમાં, સરકારી નીતિઓ, મુખ્ય આર્થિક આંકડાઓ અને ક્ષેત્રવાર આર્થિક વલણો વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. તે બે ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ભાગમાં દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશેની માહિતી શેર કરવામાં આવી છે. બીજા ભાગમાં, વિવિધ ક્ષેત્રોના મુખ્ય આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. આ દસ્તાવેજ મુખ્ય આર્થિક સલાહકાર, આર્થિક બાબતોના વિભાગના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.