SURAT

21 વર્ષ પહેલાં હત્યા કરી યુવકની લાશ અલથાણ નહેરમાં ફેંકી દેનાર હત્યારો પાંડેસરામાંથી પકડાયો

સુરત: સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા 15 જેટલાં વોન્ટેડ (Wanted) આરોપીઓને (Accused) પકડવા માટે (Search Operation) અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત પોલીસ તપાસમાં હતી ત્યારે વર્ષ 2022માં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં બે ગુનામાં વોન્ટેડ આરોપી કે જેની પર 40 હજાર રોકડા ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું તે આરોપી હાલમાં પાંડેસરાની ગોવાલક રોડ પર આવેલી શાંતનગર સોસાયટીમાં રહેતો હોવાની હકીકત બહાર આવી હતી, જેના આધારે તપાસ કરતા આરોપી પ્રફુ ઉર્ફે રવિ પાત્રા (ઉં.વ. 47) મળી આવ્યો હતો.

મૂળ ઓરિસ્સાનો રહેવાસી આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે 2002માં તે અને તેનો મિત્ર આદીકાંત ઉર્ફે અધિકાર પ્રધાન અલથાણના ખોડિયાર નગરમાં ભાડે રહેતા હતા ત્યારે શંકર બહેરા તેમજ રંજન ગૌડ નામની વ્યક્તિ સાથે સાઈકલ ચલાવવા બાબતે અલથાણ નહેર પાસે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ચપ્પુ મારી રંજન ગૌડની હત્યા (Murder) કરી હતી. રંજન ગૌડની લાશ નહેરમાં ફેંકી તેઓ ભાગી ગયા હતા અને શંકર બહેરા આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયો હતો તેને હોસ્પિટલમાં દાખલ કરી ભાગી છૂટ્યા હતા. પોલીસે રવિની ધરપકડ (Arrest) કરી છે.

આસીફ ટામેટા ગેંગનો સાગરિત કુખ્યાત અજ્જુ ટામેટા પકડાયો
સુરત: મર્ડર, (Murder) અપહરણ (Kidnapping), ખંડણી, લૂંટ જેવા હિંસક ગુનાઓમાં સામેલ કુખ્યાત ગુનેગાર અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ (Organize Crime) માટે નામચીન આસીફ ટામેટા ગેંગનો સાગરિત પેરોલ જમ્પ (Parrol Jump) કરીને ભાગી છૂટેલો વોન્ટેડ આરોપી અજ્જુ ટામેટાને સુરતની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે અસરગરઅલી ઉર્ફે અજ્જુ ટામેટા જાફરઅલી સૈયદને ઝડપી પાડ્યો છે.

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજસીટોકનો (GUJCTOC) કાયદો અમલમાં મુકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ સુરત શહેર પોલીસે આસીફ ટામેટા ગેંગના 14 સાગરીતોને ઝબ્બે કર્યા હતા. તેમાં અજ્જુ ટામેટા પણ સામેલ હતો. દરમિયાન વચગાળાના જામીન (Bail) લઈ અજ્જુ ટામેટા છૂટ્યો હતો ત્યારે તેણે પેરોલ જમ્પ કર્યો હતો. તે માનદરવાજા ખાડી પુલ નજીકથી ભાગી છૂટ્યો હતો. ત્યારથી સુરત શહેર પોલીસ તેની શોધમાં હતી. દરમિયાન બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) અજ્જુ ટામેટાને ઝડપી પાડ્યો છે.

Most Popular

To Top