World

દુબઈમાં ફ્લાઇંગ ટેક્સીનું સફળ પરીક્ષણ, 2 સીટ વાળી આ કાર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડશે

ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબજ આગળ વધેલાં દુબઈમાં (Dubai) વધુ એક સફળતા નોંધાઈ છે. દુબઈમાં ચીનની (China) કંપનીએ પોતાની ફ્લાઇંગ કારનું (Flying Car) સફળ પરીક્ષણ કર્યું છે. આ કારે અંદાજિત 90 મિનિટ સુધી સફળ ઊડાન ભરી હતી. આ કારનું ટેસ્ટિંગ ફ્લાઇંગ ટેક્સી તરીકે કરવામાં આવ્યું છે. ચીની ઇલેક્ટ્રોનિક વ્હિકલ (Electronic Vehicle) બનાવતી Xpeng Incએ UAEના દુબઈમાં પોતાની ફ્લાઇંગ કારને પબ્લિક ટેક્સી તરીકે રજૂ કરી છે. કંપની દ્વારા આ કારનું નામ x2 રાખવામાં આવ્યું છે. ચીની કંપની એક્સપેન્ગ એરોહટ સિવાય બીજી પણ ઘણી કંપનીઓ પોતાના ફ્લાઇંગ કાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સ તરીકે સફળ ટેસ્ટિંગ કરનારા XPengના X2ના વર્ટિકલ ટેક-ઑફ અને લેન્ડિંગ વિમાન છે. જે ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજી પર આધારિત છે. X2 Flying Car દ્વારા કરાયેલું પરીક્ષણ સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયું છે. દુબઈમાં થયેલા આ ફ્લાઈંગ કાર ટેસ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવેલી આ ફ્લાઈંગ કાર બે સીટવાળી છે.

દુબઈમાં પરીક્ષણ કરવામાં આવેલી આ ફ્લાઇંગ કાર 500 કિલોગ્રામ સુધી ભાર ઉંચકી શકે છે. ચીની કંપનીએ જે X2 Flying Car બનાવી છે તે ઇલેક્ટ્રિક અને ઝીરો કાર્બન ઉત્સર્જન વાળી કાર છે. આ અંગે XPeng Aerohtના જનરલ મેનેજર મિંગુઆન કિઉએ જણાવ્યું કે આ કારને લઈને અમે ગ્લોબલ માર્કેટમાં આગળ વધી રહ્યાં છે.

XPeng X2 વધુમાં વધુ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઊડાન ભરી શકે છે. દુબઈમાં ટેસ્ટ દરમ્યાન આ ફ્લાઇટ 90 મિનીટ સુધી ઊડી હતી. આ ઇન્ટેલિજેન્ટ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમની સાથે ઓટોનોમસ ફ્લાઇટ કેપિબિલિટીથી લેસ ફ્લાઇંગ કાર છે. જણાવી દઈએ કે સૌથી પહેલા SkyDrive નામની એક કંપની આ ફ્લાઈંગ કાર બનાવવાની દિશામાં કામ કરી રહી હતી. કંપનીએ વર્ષ 2021માં પોતાની પહેલી ફ્લાઇંગ કારનું લોન્ચિંગ પણ કર્યું હતું.

Most Popular

To Top