ભરૂચ, અંકલેશ્વર: કેમિકલ ક્લસ્ટર ગણાતા ભરૂચ (Bharuch) જિલ્લાની પાનોલીમાં (Panoli) ઔધોગિક વસાહતમાં બે દિવસ પહેલા મુંબઈ (Mumbai) એનસીબીએ (NCB) રૂપિયા 1026 કરોડના એમડી ડ્રગ્સ (MD Drug) સાથે 7 ની ધરપકડ કર્યા બાદ ભરૂચ એસઓજીએ પણ બાતમીના આધારે બીજું રૂપિયા 1383 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. એક જ કંપનીમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો રૂપિયા 2409 કરોડનો તોતિંગ જથ્થો પકડાતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
- મુંબઈમાં ચાલતા ડ્રગ્સના કારોબારમાંથી મળેલી માહિતીને પગલે મુંબઈની એનસીબીએ બે દિવસ પહેલા પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ કંપનીમાં દરોડા પાડ્યા હતા
- એનસીબીએ આ દરોડામાં 1029 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 7ની ધરપકડ કરી હતી, મંગળવારે એસઓજીએ પણ કંપનીમાં વધુ ડ્રગ્સ હોવાની આશંકાથી દરોડા પાડ્યા
- એસઓજીના દરોડામાં પણ આ જ કંપનીમાંથી વધુ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, કંપનીના ચિંતન પાનસુરીયા તેમજ જયંત તિવારીની ધરપકડ કરાઈ
મુંબઈમાં ડ્રગ્સનો કારોબાર ,પેડલરો, સપ્લાયર, ડીલર અને સ્ટોક પાઈલ ઉપર તપાસ તેમજ દરોડામાં પાનોલીની કંપનીમાં ઉત્પાદન થતું હોવાનો થયેલો ઘટસ્ફોટ થયો હતો. જને પગલે પાનોલી GIDC આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી 13 ઓગસ્ટએ મુંબઈ વરલીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દરોડો પાડી ભરૂચ જિલ્લામાંથી ઐતિહાસિક રેકોર્ડબ્રેક રૂપિયા 1026 કરોડનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. એનસીબી ડે.કમિ. વિરેશ સોંપ, દત્તા સોંપ, એસીપી સાવલારામ અગવાને, પીઆઈ સંદીપ કાલે સહિત 25 લોકોની ટીમે દરોડો પાડ્યો હતો. ફેકટરીમાંથી ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ્સ પૈકી 812 કિલો સફેદ પાઉડર, 397 કિલો ભુરો પથ્થર, બ્રોમીન, રિકવર ક્લોરોફોમ, મોનો મેથાઇલમાઇન મળી આવ્યું હતું. મહિલા સહિત 7 આરોપીની 513 કિલો એમ.ડી.ડ્રગ્સ કિંમત રૂપિયા 1026 કરોડ સાથે ધરપકડ કરાઈ હતી.
આ ઘટનાના બે દિવસ બાદ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આજ કંપનીમાં હજી વધુ ડ્રગ્સ હોવાની માહિતીના આધારે સવારે રેડ કરી હતી. ભરૂચ SOG ના દરોડામાં ટીમને 1300 લીટર લિકવિડ અને 83 કિલો પાઉડર ફોમમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ભરૂચ SOG એ કુલ ₹1383 કરોડની કિંમતનું ડ્રગ્સ કબ્જે લઈ બે પાર્ટનરની ધરપકડ કરી છે. જે અંગે બુધવારે પત્રકાર પરિષદ યોજી આ ડ્રગ ફેકટરી અંગેની સ્ફોટક વિગતો અપાશે.મુંબઈમાં ડ્રગ્સનો કારોબાર , બજાર, પેડલરો, સપ્લાયર, ડીલર અને સ્ટોક પાઈલર ઉપર તપાસ તેમજ દરોડામાં પાનોલીની કંપનીમાં ઉત્પાદન થતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભરૂચ પોલીસે આ રૂ. ૧૩૦૦ કરોડ ઉપરાંતના પકડાયેલા એમડી ડ્રગ્સના ગુનામાં પોલીસે ઇન્ફિનિટી રિસર્ચ કંપનીના ચિંતન પાનસુરીયા તથા જયંત તિવારીની ધરપકડ કરી હતી.