SURAT

‘ગુટખામાં મિક્સ કરી ડ્રગ્સ લે પછી લલના સાથે સેક્સ કરે’, સુરતની હોટલમાંથી પકડાયું મોટું રેકેટ

સુરતઃ શહેર પોલીસ સેક્સ અને ડ્રગ્સના ગોરખધંધાઓ પર લગામ કસવા પ્રયાસ કરી રહી છે, પરંતુ માફિયાઓ એક બાદ એક સેક્સ અને ડ્રગ્સનો ગંદો ધંધો ચલાવવાના નવા રસ્તા શોધી જ લે છે. હવે તો સુરતમાં સેક્સ અને ડ્રગ્સ બંને સાથે પીરસવામાં આવી રહ્યું છે. સુરત શહેર પોલીસે આવા જ એક ડ્રગ્સ-સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સુરતમાં હવે યુવાનોને ગુટખાની સાથે ડ્રગ્સ મિક્સ કરીને પીરસવામાં આવી રહ્યું છે. પેડલરો યુવાનોને ગુટખામાં ડ્રગ્સ મિક્સ કરી પીરસે છે. સેક્સ માફિયાઓએ આ માટે ખાસ પેડલરોને રાખ્યા છે, જેઓ લાલચ આપી યુવાનોને ડ્રગ્સના ચુંગાલમાં ફસાવી રહ્યાં છે.

સુરત શહેર પોલીસે વેસુની એક હોટલમાં રેઈડ કરી ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે વેસુની હોટેલ સુપરિયીરમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે ત્રણ ડ્રગ્સ પેડલર્સ અને ત્રણ લલનાને પકડી હતી. આ ઉપરાંત પોલીસે 95 એમડી ડ્રગ્સ પણ કબ્જે લીધું હતું.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, વેસુમાં વીઆઈપી રોડ ઉપર આકાશ રિટેલ કોમ્પલેક્સના પાંચમા માળે ચાલતી હોટલ સુપિરીયરમાં રેઈડ કરાઈ હતી. અહીં સેક્સ-ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. દરોડા પાડ્યા ત્યારે હોટલમાંથી ત્રણ ઈસમો શૈલેન્દ્રકુમાર રામધન શર્મા, મોહમ્મદ ચાંદ આબીદ શેખ અને મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહીદ અલ્તાફ હુસૈન કડીયા મળી આવ્યા હતા.

આ ત્રણેય ડ્રગ્સ પેડલર છે. તેઓ પાસેથી 9500ની કિંમતનું 95 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ત્રણેય જણા ડ્રગ્સના નશામાં હતા. તેઓએ રજનીગંધા ગુટખામાં મિક્સ કરી ડ્રગ્સ લીધું હતું. હોટલના બીજા રૂમમાંથી 3 લલના મળી હતી. ત્રણ પૈકી એક શૈલેન્દ્રની ગર્લફ્રેન્ડ હતી, જ્યારે બે યુવતી લલના હતી.

આ ત્રણેય યુવતીઓ દેહવિક્રય માટે હોટલમાં હતી. જોકે, હોટલમાં ગ્રાહકોને બોલાવવામાં આવતા નહોતા. કોલ આવે ત્યારે યુવતીઓ ગ્રાહકો બોલાવે ત્યાં જતી હતી. ડ્રગ્સ એડિક્ટ એવા સેક્સ માફિયા શૈલેન્દ્ર, ચાંદ અને જુનેદે એમડી ડ્રગ્સ ભાઠેનાના ખલીલ પાસે ખરીદયું હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું. ત્રણેય ઈસમો વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં એનડીપીએસ એક્સ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ખલીલને વોન્ટેડ જાહેર કરાયો છે.

Most Popular

To Top