SURAT

સુરત પોલીસનો માસ્ટર પ્લાનઃ હેલમેટ નહીં પહેરનારા પર ડ્રોનથી નજર રખાશે

સુરત: શહેરમાં 15મી ફેબ્રુઆરી 2025થી હેલ્મેટ ચેકિંગના કડક અમલીકરણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 300 થી વધુ અધિકારીઓ અને 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓ શહેરના દરેક મુખ્ય જંકશન અને રોડ પર તૈનાત રહેશે અને વિડિયો ઓન કેમેરા (VOC) તથા “વન નેશન, વન ચલણ” એપ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોને ઇ-ચલણ આપવામાં આવશે.

સુરત પોલીસ કમિશ્નર અને ટ્રાફિક વિભાગ દ્રારા કડક કાર્યવાહી માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.પોલીસ વિભાગે 15મી ફેબ્રુઆરી થી ઘરની બહાર ગાડી લઈ નીકળો તો હેલ્મેટ વગર નહીં નીકળવા અપીલ કરી છે.

આવો હશે પોલીસનો એક્શન પ્લાન

  • 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે
  • 772 કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવશે
  • હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકોનું ઈ-ચલણ જનરેટ થશે
  • જો સલામતીને મહત્વ આપશો નહીં, તો દંડ ભરવા માટે તૈયાર રહો
  • કંટ્રોલરૂમમાંથી હેલમેટ વગરના લોકોની માહિતી જંકશન પર અપાશે
  • ટ્રાફિક પોલીસ ઇન્ટરસેપ્ટર વેન દ્વારા પણ પેટ્રોલિંગ કરશે

સતત નિયમ તોડશે તો લાયસન્સ સસ્પેન્ડ સુધી કાર્યવાહી
જો કોઈ વ્યક્તિએ પાંચથી વધુ વખત હેલ્મેટ વિના વાહન ચલાવ્યું હોય, અને તેના વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ થયું હોય, તો RTO ને રિપોર્ટ મોકલવામાં આવશે અને એવા વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરી શકાશે.શહેરમાં જે વિસ્તારોમાં હેલ્મેટના નિયમનું પાલન નથી થતું, ત્યાં ડ્રોન દ્વારા સર્વે કરીને વધારે પોલીસ ફોર્સ તૈનાત કરાશે અને વધુ ચલણ ફટકારાશે.

Most Popular

To Top