વોશિંગ્ટનઃ (Washington) લોકોને સ્વસ્થ રહેવા માટે (Stay Healthy) વારંવાર પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ચમકતી ત્વચાની વાત હોય કે આંતરિક અવયવોની સંભાળ રાખવાની વાત, પાણી પીવું દરેક બાબતમાં ફાયદાકારક છે. પણ શું વધુ પાણી (Water) પીવાથી કોઈ મરી શકે છે? વૈજ્ઞાનિકોએ (Scientists) એક નવા અભ્યાસમાં (Study) દાવો કર્યો છે કે અમેરિકન માર્શલ આર્ટના દિગ્ગજ અને અભિનેતા બ્રુસ લીનું મૃત્યુ વધુ પડતું પાણી પીવાને કારણે થયું હોઈ શકે છે. બ્રુસ લીના (Bruce Lee) કારણે આધુનિક સમયમાં માર્શલ આર્ટ ખુબ લોકપ્રિય બન્યું છે. 1973માં માત્ર 32 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
બ્રુસ લીનું મૃત્યુ સેરેબ્રલ એડીમા એટલે કે ‘મગજના સોજા’ને કારણે થયું હતું. એક પેઈન કિલરના કારણે મગજમાં સોજો આવી ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સંશોધકોના એક જૂથ અનુસાર એડીમા માટે હાયપોનેટ્રેમિયા જવાબદાર હતું. જર્નલ ઑફ ક્લિનિકલ કિડનીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકોએ અનુમાન કર્યું હતું કે બ્રુસ લીનું મૃત્યુ એટલા માટે થયું હતું કારણ કે તેની કિડનીને નુકસાન થયું હતું અને તે વધારાનું પાણી બહાર કાઢવામાં સક્ષમ ન હતા.
પાણી પીવાથી હાયપોનેટ્રેમિયા?
નવા તારણો જૂના સિદ્ધાંતથી સંપૂર્ણપણે અલગ છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્રુસ લીનું મૃત્યુ કદાચ હાયપોનેટ્રેમિયાથી થયું હતું. શરીરમાં હાયપોનેટ્રેમિયાની સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે ખૂબ પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્તર ઘટી જાય છે. આમાં શરીરના કોષો ખાસ કરીને મગજના કોષો અસંતુલનને કારણે ફૂલી જાય છે. સંશોધકો દલીલ કરે છે કે લીમાં હાયપોનેટ્રેમિયા માટે બહુવિધ પરિબળો હાજર હતા. જેમ કે વધુ પડતું પાણી પીવું અને તરસ વધારતી વર્તણૂકો જેમ કે મારિજુઆનાનો ઉપયોગ.
મૃત્યુ થોડા કલાકોમાં પણ થઈ શકે છે
વર્તણૂકો કે જે કિડનીની પાણી ઉત્સર્જન કરવાની ક્ષમતાને ઘટાડે છે જેમ કે ડ્રગ અને આલ્કોહોલનો ઉપયોગ. વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કાઢ્યો કે અમારું અનુમાન છે કે બ્રુસ લીનું મૃત્યુ ચોક્કસ પ્રકારની કિડનીની નિષ્ફળતાને કારણે થયું હતું. વોટર હોમિયોસ્ટેસિસ જાળવવા માટે પૂરતું પાણી ઉત્સર્જન કરવામાં અસમર્થતા જે મુખ્યત્વે ટ્યુબ્યુલર ફંક્શન છે. આ સ્થિતિ હાઈપોનેટ્રેમિયા, સેરેબ્રલ એડીમા તરફ દોરી શકે છે. તેમણે ઉમેર્યું કે કેટલાક કિસ્સાઓમાં તે માત્ર થોડા કલાકોમાં મૃત્યુ તરફ દોરી શકે છે.