National

ભારત માટે સારા સમાચાર: કોરોનાને નિષ્ક્રિય કરતી DRDOની નવી દવા 2-DG ટૂંક સમયમાં બજારમાં આવશે

કોરોનાને ફટકાર લગાડવા માટે 2-ડીજી દવા ભારત (India) માટે ખુશીની લહેર લાવી છે. આ ડ્રગની (Drug) શોધ કરનારા ડોકટરો કહે છે કે તેઓએ સફળતાનું પહેલું પગલું હાંસલ કર્યું છે. ડીઆરડીઓ (DRDO)ની નવી દવા 2-DG (2-d oxy-D-glucose)ને ગેમ-ચેન્જર કહેવામાં આવી રહી છે. DRDOનું કહેવું છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે, એ ઉપરાંત તેમને સાજા થવામાં 2-3 દિવસ લાગશે, એટલે કે હોસ્પિટલમાંથી દર્દીઓને જલદી રજા મળી જશે. હિસારમાં જન્મેલા ડીઆરડીઓ ચીફ સાયન્ટિસ્ટ સુધીર ચંદના અને તેમની ટીમે દેશને એક મોટી ભેટ આપી છે. તેણે ઉત્તર પ્રદેશના બલિયા અને ગોરખપુરના નામે પણ સિદ્ધિઓ રેકોર્ડ કરી છે. 2-ડિ ઓક્સી-ડી-ગ્લુકોઝ (2-ડીજી) ડ્રગ ડિસ્કવરી ટીમમાં સામેલ ડો.સુધીર ચંદનાએ એચ.એ.યુ.માંથી એમ.એસ.સી. પાસ કરી છે.

2-ડીજી દવા કઈ રીતે કામ કરશે?

DRDOની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS)ની લેબોરેટરીમાં તૈયાર થઈ રહેલી આ દવા ગ્લુકોઝની જ એક સબ્સ્ટિટ્યૂટ છે. એ માળખાકીય રીતે ગ્લુકોઝ જેવી જ છે, પરંતુ હકીકતમાં એનાથી અલગ છે. એ પાઉડરના રૂપમાં છે અને પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવે છે. કોરોનાવાયરસ પોતાની એનર્જી માટે દર્દીના શરીરમાંથી ગ્લુકોઝ લે છે. જ્યારે આ દવા માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે. કોરોનાવાયરસ ગ્લુકોઝ સમજીને આ દવાનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે વાયરસને એનર્જી મળવાનું બંધ થઈ જાય છે અને એનો વાયરસ સિન્થેસિસ બંધ થઈ જાય છે. એટલે કે નવો વાયરસ બનવાનું બંધ થઈ જાય છે અને બાકીના વાયરસ મરી જાય છે.

દેશ માટે કોવિડની પહેલી દવા શોધી કાઢનાર ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક અનંત નારાયણ ભટ્ટ કહે છે કે આ ટુ-ડી ઓક્સી-ડી ગ્લુકોઝ દવાની કિંમત સામાન્ય રહેશે. દવાના ઉત્પાદન સાથે, ભાવમાં વધુ ઘટાડો થશે. તે સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે. દવાના એક પાઉચની કિંમત 500-600 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેમાં કેટલીક સબસિડીની જાહેરાત કરી શકે છે. સામાન્ય ગ્લુકોઝની જેમ આ દવા પાઉચમાં પાઉડરના રૂપમાં મળશે. એને પાણીમાં મિક્સ કરીને મોંથી દર્દીને આપવાની રહેશે. ડૉક્ટર દવાનો ડોઝ અને સમય દર્દીની ઉંમર, મેડિકલ કન્ડિશન વગેરેની તપાસ કરીને એનો ઉપયોગ કરશે.

Most Popular

To Top