Vadodara

ઓબ્જેકટ ડ્રોઈંગ રીયાલીસ્ટીક થીમ પર પેઈન્ટીંગ્સ બનાવ્યા

વડોદરા: વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ટીચર અને પેઈન્ટીંગ આર્ટિસ્ટ સંકેત જોષીએ પેઈન્ટીંગ્સની વિવિધ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓબ્જેકટ ડ્રોઈંગ રીયાલીસ્ટીક પેઈન્ટીંગ્સ બનાવ્યા હતા. આ વિશે વધુ માહિતી આપતા સંકેત જોષી જણાવે છે કે, ચિત્ર એક એવો વિષય છે. જે સમુહ કરતાં પણ ઉંડો અને વિશાળ છે. જેમાં લેન્ડસ્કેપ, પોઈટ્રેટ, સ્ટ્રીટલાઈટ, એમ્બ્સ્ટેક્ટ, રિયાલીસ્ટીક જેવા વિષયોનો સમાવેશ થાય છે. જેમાં તેમણે ઓબ્જેકટ ડ્રોઈંગ રીયાલીસ્ટીક થીમ પર પેઈન્ટીંગ્સ બનાવ્યા હતા.

ઓબ્જેકટ ડ્રોઈંગ રીયાલીસ્ટીક પેઈન્ટીંગ્સ  એટલે કે સામે એક વસ્તુ મુકવામાં આવે છે અને એના પર પ્રકાશ કયાંથી આવે છે. તેમજ પડછાયો કયાં પડે છે. જેનું આબેહુબ પેઈન્ટિંગ કરવામાં આવે છે. આવા પેઈન્ટીંગમાં પરસ્પેકટીવ, શેડ એન્ડ લાઈટ તેમજ ઝીણી ઝીણી વસ્તુઓનું ઘણું મહત્વ હોય છે.  આવા પ્રકારના પેઈન્ટિંગ્સ બનાવતા ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેના અભ્યાસ હેતુસર આર્ટ ટીચર સંકેત જોષીએ આવા પેઈન્ટિંગ્સ બનાવી િવદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Most Popular

To Top