ડો. કુરિયનને આ સરકાર કેમ સન્માની ન શકી?

તાજેતરમાં ભારત સરકારે 2021 ના વર્ષને ડો. કુરિયન જન્મ શતાબ્દી વર્ષ કોઇ ધામધૂમ વિના ઉજવી દીધું. કોઇ હોંશ ઉમંગ નહીં, કોઇ શોખ શરાબો નહીં! નાનામાં નાની ઉજવણીઓ પાછળ કરોડો રૂા. ખર્ચી નાખતી અને એને રાષ્ટ્રીય સમાચાર બનાવી દેતી સરકારે આમ કેમ કર્યું? કારણ કે ડો. કુરિયન ભારતના મહામાનવ તો હતા પરંતુ એ નહેરૂ ઇંદિરા કાળના માનવી હતા. વળી પાછા હિંદુ નહીં, ક્રિશ્ચિયન હતા. વળી એમના નામે કોઇ મત બેંક રાજી ન થાય! ડો. જયોર્જ વર્ગીસ કુરિયન 26 નવે. 1921 માં કેરલાના કોઝીકોડેમાં અત્યંત સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા. એમણે ભણીને સમગ્ર જીવન કૃષિ અને સહકારી ક્ષેત્રને સમર્પિત કર્યું હતું.

એમણે પશુપાલન અને કૃષિમાં સહકારી ભાવનાનું મહત્ત્વ જે તે સમયે ભારતની નેતાગીરીને સમજાવી આપણા ભૂખા નંગા ગરીબ દેશનાં લાખ્ખો ગામડાંઓને કૃષિ અને પશુપાલન થકી આર્થિક પ્રવૃત્તિઓથી ધબકતા કર્યા હતા. દેશમાં એમણે સહકારી પ્રવૃત્તિનો પાયો નાંખી 18 લાખ ગામડાંઓને સહકારથી સમૃધ્ધિનો માર્ગ બતાવ્યો. આઝાદી પછીના ભૂખાનંગા ભારતમાં કૃષિ અને ડેરી ઉદ્યોગને ધબકતો કર્યો. ભારતે જે હરિત ક્રાંતિ (કૃષિ) અને શ્વેત ક્રાંતિ (પશુપાલન અને ડેરી) કરી એમાં એમનું ઘણું વિરાટ પ્રદાન છે. એમને ભારત સરકારે 4 રાષ્ટ્રિય એવોર્ડ આપ્યા હતા. 50 થી વધુ અન્ય એવોર્ડો ઉપરાંત 7 ઇન્ટરનેશનલ એવોર્ડ જેમાં અત્યંત પ્રતિષ્ઠિત સીએનએન એવોર્ડ અને રેમોન મેગ્સેસે એવોર્ડ મળ્યા હતા. ભારતના આધુનિક ડેરી ઉદ્યોગના તેઓ ભિષ્મપિતામહ કહેવાય છે. ભારતના ડેરી ઉદ્યોગમાં પાશ્ચરાઇઝેશન ટેકનીક એમણે અપનાવી હતી. ડો. કુરિયનનું સન્માન કરવામાં દેશની કટ્ટરવાદી ભાવનાવાળી વર્તમાન સરકાર ઊણી ઉતરી છે. આ સરકાર નહેરૂ ઇન્દિરાએ કરેલું બધું પ્રજાને ભુલાવવા માંગે છે.

સુરત       -જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top