Business

અમેરિકાથી આ સમાચાર આવતા જ અદાણીના શેર્સની કિંમતમાં 35 ટકાનો કડાકો બોલી ગયો

નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી $52 બિલિયનની મોટી રકમ ઘટી ગઈ છે. અને વિશ્વના બિલિયોનેર્સની યાદીમાં તેઓ પહેલા 2થી 4માં અને પછી 4થી 7માં નંબર બાદ હવે સીધા 21મા નંબર પર આવી ગયા છે. રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ (Research firm Hindenburg reports) બાદ બગડતી સ્થિતિ બાદ હવે અમેરિકાથી (America) પણ અદાણી ગ્રુપ (Adani Group) સંબંધિત ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર સામે આવતા જ શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં (Share) 35 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટોપ 20 અબજોપતિની યાદીમાંથી અદાણી થયા બહાર
સૌથી પહેલા વાત કરીએ અમેરિકાથી અદાણી ગ્રુપ વિશેના ખરાબ સમાચારની તો તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરીએ રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીના શેરમાં રોજબરોજ ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે તેની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 2023માં અત્યાર સુધીમાં તેને $59.2 બિલિયનનું નુકસાન થયું છે અને તેમાંથી $52 બિલિયન માત્ર છેલ્લા 10 દિવસમાં જ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણી અમીરોની યાદીમાં 5 સ્થાન નીચે પહોંચી ગયા છે.

અદાણી એન્ટરપ્રાઈઝ ડાઉ જોન્સમાંથી બહાર થઈ જશે
હવે અમેરિકાના ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝના શેરને બાકાત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ સ્ટોક્સને ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બાકાત રાખવાનો નિર્ણય કંપનીના શેરમાં સતત તીવ્ર ઘટાડાને કારણે લેવામાં આવ્યો છે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અંગે સ્ટોક મેનીપ્યુલેશન-એકાઉન્ટિંગ ફ્રોડ સહિત વિવિધ દાવા કરવામાં આવ્યા છે. આ તમામ આરોપો પર મીડિયા સ્ટેકહોલ્ડરના વિશ્લેષણ બાદ પગલાં લેતા ઈન્ડેક્સે અદાણીની કંપનીને હટાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર અદાણીને 7 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સમાંથી હટાવી દેવામાં આવશે.

શુક્રવારે પણ 5 શેરોમાં લોઅર સર્કિટ
ડાઉ જોન્સ ઈન્ડેક્સ દ્વારા અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કાઢવાના નિર્ણયના સમાચારની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી છે. શેરબજારમાં દિવસનો કારોબાર શરૂ થતાં જ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો અને તે 35 ટકા સુધી તે તૂટ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર 35.00% અથવા 547.80 ની નીચે રૂ. 1,017.45 પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત અદાણી પાવર પણ શુક્રવારે નીચલી સર્કિટમાં વ્યસ્ત છે અને તે 5 ટકાના ઘટાડા બાદ રૂ. 191.95 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસ પણ આજે લોઅર સર્કિટ પર છે અને રૂ. 1622.35 પર ટ્રેડ કરી રહ્યું છે.

આ સિવાય અદાણી વિલ્મર લિમિટેડમાં પણ સવારે 11 વાગ્યા સુધી લોઅર સર્કિટ છે. બપોર સુધી 5% ઘટીને રૂ. 399.95 પર આવી ગયો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ લોએર સર્ટિક સાથે 10% ઘટીને રૂ. 935.90 થયો હતો. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડનું પ્રમાણપત્ર પણ આજે ઓછું હતું અને તે 10% ઘટીને 1,396.05 પર હતું. જ્યારે અદાણી પોર્ટ્સ 8.12% ઘટીને રૂ. 424.90 પર, અંબુજા સિમેન્ટ્સ 4.89% ઘટીને રૂ. 335.15 અને ACC લિમિટેડ 4.36 ટકા ઘટીને રૂ. 1,761.45 પર આવી હતી.

NSEએ પણ અદાણીને ઝટકો આપ્યો હતો
ગૈતમ અદાણી હાલ સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે અદાણીને નેશનલ સ્ટોક એક્સચેન્જ તરફથી પણ મોટો ફટકો પડ્યો છે. ગુરુવારે, શેરબજારની NSE એ અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટને વધારાના સર્વેલન્સ મેઝર્સ (ASM) હેઠળ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. સેબી દ્વારા કંપનીઓ પર દેખરેખ રાખવાની આ એક રીત છે, જે રોકાણકારોના રક્ષણ માટે ઊભી કરવામાં આવી છે. હવે અદાણીની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાથી ત્રણ કંપનીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

Most Popular

To Top