કેટલાક સમયથી ગરમી હતી અને હવે ઝરમર વરસાદ આવી ગયો. થોડી નિરાંત થઈ. હવે ધીરે – ધીરે ઝાપટાં પડશે. ક્યારેક મોસમમાં ધીમી ધારે વરસાદ પડતો રહે તો વરસાદની જરૂરિયાત પૂર્ણ થઈ શકે. પછી વિધિવત ચોમાસું જામશે ત્યારે મુશળધાર વરસાદ પડશે અને મોસમનો વરસાદ પૂર્ણ થશે. વધતો – ઓછો વરસાદ વરસે મોટી સમસ્યાઓ સર્જાય છે. આમ પણ વરસાદ વરસે ત્યારે અનેક પ્રશ્નો નડે છે. વરસાદ માપસર પડે તો કેવું સરસ. માનવજીવનમાં પણ સુખ – દુઃખના ઝાપટાં પડે. સુખ વધારે આવે તો ગમે પણ દુઃખ કોઈને પણ ન ગમે. વરસાદ થંભી જાય એમ દુઃખ આવતું અટકી જાય તો ગમે. હા, મુશળધાર વરસાદની જેમ સુખ વરસવું જોઈએ. આમ તો વધુ સુખ -દુઃખ સમસ્યાઓ સર્જે છે. વરસાદના ઝાપટાં, ઝરમર વરસાદ અને પછી મુશળધાર વરસાદ પડે તે સમયે ખાડા – ખાબોચિયાંઓ સર્જાય તેમ માનવજીવનમાં સુખ – દુઃખ બન્ને સમયે સમસ્યાઓ તો રહેવાની જ. ચાલો સાવધાનીપૂર્વક રહીએ. વરસાદના આગમનને વધાવીએ. મોસમનો આનંદ લઈએ. મોસમ પોતાનું કામ કરશે. આપણે આપણું કામ નિષ્ઠાથી કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઝાપટાં
By
Posted on