Columns

કોશિશ ન કરો

એક મોટીવેશનલ સેમીનાર જેનો થીમ હતો ખુશીઓ મેળવવા માટે અને ખુશ રહેવા માટે સ્પીકર બોલવા ઉઠ્યા અને પોતાના લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડીને તેમને સ્ક્રીન પર એક સ્લાઈડ મૂકી તે સ્લાઈડમાં મોટા અક્ષરે ત્રણ શબ્દ લખ્યા હતા ‘કોશિશ ન કરો.’ સ્પીકર કૈક બોલવાનું શરુ કરે તે પહેલા જ ગણગણાટ શરુ થઈ ગયો કે ‘ખોટી સ્લાઈડ આવી ગઈ લાગે છે’… ‘ કોશિશ કરો લખવાનું હશે નક્કી ભૂલ થઈ છે’…. ‘કોઈ બીજા વિષયણી ફોલ્ડર ખુલ્યું હશે’….એક આસીસ્ટન્ટે સ્પીકર પાસે જઈને કાનમાં કહ્યું, ‘સર ચેક કરો કઈ ભૂલ થતી લાગે છે.’ શ્રોતામાંથી એક જણ મોટેથી બોલ્યો, ‘સાહેબ જરા રીચેક કરો ખોટી સ્લાઈડ મૂકી છે.’

સ્પીકર હસ્યા અને બોલ્યા, ‘ના કોઈ રીચેકની જરૂર નથી સ્લાઈડ બરાબર જ છે અને જે મેસેજ છે તે પણ સાચો અને જરૂરી છે.’

સ્પીકરની વાત સાંભળી બધા ચુપ થઇ ગયા.પેલા શ્રોતાએ સામે સવાલ કર્યો, ‘સર એટલું તો બધા જ જાણે છે કે કઈ પણ મેળવવા કોશિશ કરવી જ જોઈએ અને તમે આવો મેસેજ મોટા અક્ષરે લખીને આપો છો કે ‘કોશિશ ન કરો’ કઈ સમજાયું નહિ.’

સ્પીકર બોલ્યા, ‘અરે દોસ્ત, મને સાંભળો તો ખરા એ જ તો સમજાવવા આવ્યો છું.જીવનમાં જો તમારે દરેક પણ આનંદમાં વિતાવવો હોય ખુશ જ ખુશ રહેવું હોય તો કોશિશ ન કરો …કઈ વસ્તુઓની કોશિશ નથી કરવાની તે ધ્યાનથી સમજજો.સૌથી પહેલા આ જીન્દગી તમારી છે તેને બીજાની રીતે કે અન્યની સાથે સરખામણી કરી, અન્યની નકલ કરી જીવવાની કોશિશ ન કરો…બીજું આ જીવનમાં તમે આજની ઘડીમાં જીવો અને તેને સુંદર બનાવો ખુશ રહો બીજા બધા ને ખુશ કરવાની કોશિશ ન કરો.ત્રીજું ખાસ યાદ રાખો તમારા કામથી કામ રાખો અન્યના જીવનમાં માથું મારવાની કોશિશ ન કરો…ચોથું જે ઈચ્છો છો તે કરો,જે અનુભવો છો તે કહો …મનના વિચાર ખુલીને જણાવો …અંદર ને અદંર લાગણીઓને દબાવવાની કોશિશ ન કરો.’

સ્પીકરની વાત હવે શ્રોતાઓને સમજાવા લાગી.સ્પીકરણી વાતને શ્રોતાઓએ તાળીઓથી વધાવી અને સ્પીકર આગળ જે પણ વાત કહેતા શ્રોતાઓ એમાં જોરથી બોલીને ઉમેરતા કોશિશ ન કરો.વાતાવરણ ઉત્સાહસભર થઈ ગયું.સ્પીકર આગળ બોલ્યા, ‘દોસ્તો,આ જીવનમાં વિચારશો તો એવું ઘણું મળશે જે કરવાની આપણે કોશિશ ન કરીએ તો આપોઆપ ખુશી મળશે.આ જિંદગી મળી છે તેને દિલથી જીવો સમજવાની કોશિશ ન કરો….આ સમય પાછો આવવાનો નથી તેની પર આપણો અંકુશ નથી માટે બસ સમયની સાથે ચાલો તેને બદલવાની કોશિશ ન કરો.જે થાય, જે મળે તેનો સ્વીકાર કરો અને અમુક વાતો ઈશ્વર પર છોડી ડો બધું જ જાતે ઉકેલવાની કોશિશ ન કરો…’ બધાએ સ્પીકરના વિચાર અને સંદેશને તાળીઓથી વધાવી લીધો.      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top