સુરત: ગુજરાતમાં (Gujarat) હાલ તહેવારોની રમઝટ બોલાવાની છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદનો (Love Jehad) મામલો ગરમાયો છે. આ અગાઉ પાટીદાર (Patidar) સમાજ પણ લવ જેહાદ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. અને લવ જેહાદના આરોપીઓને જડ મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે કડક કાયદો બનાવવાની માંગ કરાઈ હતી. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh sanghvi) વિધર્મીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે મુસ્તફા મહેશ બનવાની કોશિશ ન કરે. પ્રેમ કરવાનો હક તમામને છે. રાજ્યના અનેક વિસ્તારોમાં યુવક નામ બદલી પોતાનો ધર્મ છૂપાવી યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે. ત્યારે હર્ષ સંઘવીએ આ વિધર્મીઓને ચેતવણી આપી હતી.
સુરતમાં હર્ષ સંઘવી શુક્રવારે E-FIRની જાૃતિના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેમણે E-FIR વિશે જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સુરતના આ સ્થળેથી જ પહેલી ચૂંટણી સભા કરી હતી. 2012ની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરથી લડી હતી અને લોકોએ મારા પર વિશ્વાસ કરી મને જીતાડ્યો હતો. અને મેં આજ સુધી લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ત્યારે કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પ્રેમ કરવાનો હક તમામને છે પરંતુ પ્રેમ શબ્દને કોઇ પણ બદનામ કરશે તો છોડાવામાં આવશે નહી. નામ બદલીને પ્રેમ કરશે અને દીકરીઓને ફસાવશે તો તેને છોડવામાં આવશે નહીં. અને જો વિષય પર ફરિયાદ મળશે તો કડક પગલાં લેવાશે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. ગૃહમંત્રીએ ડ્રગ્સ મામલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની જનતા સમજે છે પરંતુ જેને દેશ ચલાવવાનું સ્વપ્નું છે એને સમજ નથી પડતી.
પંજાબ, દિલ્લી, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે ગુજરાત પોલીસે ઓપરેશન કરી રાજ્યમાં ડ્રગ્સને આવતા અટકાવ્યું છે. તેમણે કહ્યું કે ડ્રગ્સ મામલે રાજનીતિ ન થવી જોઈએ. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે. ગરબા પર GST મામલે વિપક્ષ વિરોધ કરી રહી છે ત્યારે વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે હવે તેઓએ નવું ચાલ્યું કર્યું છે. ગરબા GST પકડી લીધું. આ અગાઉ 2017 પહેલા GST લાગુ પડ્યો. તેમણે કહ્યું કે મોંઘા આયોજનો, શ્રદ્ધા અને સંસ્કૃતિ આ તમામ કાર્યક્રમમાં ફરક હોય છે. જેમાં કેટલાક કાર્યક્રમ એવા હોય છે જેમાં ટિકિટ લેવામા આવે છે. પ્રતિ ટિકિટનો દર 500 રૂપિયા હોય તો એમાં પહેલા વેટ લાગતો જ હતો અને હવે GST લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી. જનતા જવાબ આપશે.