સાપુતારા : ‘આ કોઈ બિગ બી (Big B) કે કિંગ ખાનની (King Khan) ફિલ્મ ‘ડોન’ ની (Don) વાત નથી. આ તો ડાંગ (Dang) જિલ્લાની સરહદે આવેલા ખૂબસૂરત પ્રવાસન સ્થળ (Tourist Destination)’ડોન’ની વાત છે. દ્રોણાચાર્યનાં નામ ઉપરથી પડેલા નામને લીધે ડોન તરીકે ઓળખાતા ડાંગ જિલ્લાનાં આ ગામની પાછળ મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યની સરહદ (Border) આવેલી છે. અરબ સાગરથી હજારેક મીટરની ઊંચાઈએ આવેલા આ પ્રવાસન સ્થળની ખૂબસૂરતી ચોમાસામાં પૂરબહારમાં ખીલી ઉઠે છે. ત્યારે અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ડોનની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધનુ સંવનન અને સંવર્ધન કેન્દ્ર કાર્યરત કરાયુ છે.
ડાંગ જિલ્લાનાં આ ગામની પાછળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે
ડોન હિલ ઉપર ગીધરાજની વિશાળકાય પ્રતિમા/સ્ટેચ્યૂ પણ, પ્રવાસીઓને વનિલ પ્રાણી, પક્ષીઓના જતન સંવર્ધનનો મુક સંદેશ આપે છે. હાલમાં વરસાદી માહોલમાં ડાંગનું ડોન હિલ સ્ટેશન પુરબહારમાં ખીલી ઉઠતા આહલાદક નજારાને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ઉંચી નીચી ટેકરીઓ પર હરીફરી કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી રહ્યા છે.
- આ કોઈ બિગ બી (Big B) કે કિંગ ખાનની ફિલ્મ ‘ડોન’ ની વાત નથી.
- ડાંગ જિલ્લાની સરહદે આવેલા ખૂબસૂરત પ્રવાસન સ્થળ
- વરસાદી માહોલમાં ડાંગનું ડોન હિલ સ્ટેશન પુરબહારમાં
પર્યટકોની વર્ષભર મુલાકાતો થતી રહે છે
સાપુતારા : પ્રકૃતિનાં આવા આહ્લાદક દ્રશ્યો નિહાળવા હોઈ, તો તમારે ડાંગના ડુંગરા ખુંદવા પડે. પ્રસ્તુત તસ્વીર ડાંગ જિલ્લાની સહ્યાદ્રીની ગિરિકન્દ્રાઓની બિલકુલ વચ્ચોવચ્ચ આવેલા કલંબડુંગરની છે. જ્યાં આસપાસ ચોપાસ જ્યાં નજર કરો ત્યાં પ્રકૃતિનુ આવુ મનમોહક દ્રશ્ય નજરે પડે છે. સમુદ્રની સપાટીથી લગભગ હજારેક મીટરની ઊંચાઈ ધરાવતા ડાંગનાં વઘઇ તાલુકાનાં આમસરવળણ ગામનાં આ કળંબડુંગર ઉપર ખાસ કરીને બાઈકર્સ, કેમ્પીંગ કરનારા સાહસિક યુવકો, ટ્રેકિંગના શોખીનો તથા પર્યાવરણ અને પ્રકૃતિને જાણવા અને માણવા આવતા પર્યટકોની વર્ષભર મુલાકાતો થતી રહે છે.