સુરતઃ શહેરમાં ડોગ બાઈકની વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. પીપલોદના ખુલ્લા મેદાનમાં પતંગ પકડવા દોડતા બાળકને શ્વાન કરડ્યું છે. બાળકને પકડીને માથા, હાથ, પગ, અને છાતી પર સંખ્યાબંધ બાઈટ કરતા ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં માસુમ બાળકને સિવિલ ખસેડાતા તાત્કાલિક દાખલ કરી એન્ટીરેબિસ સારવાર શરૂ કરાઇ હતી.
પીડિત પરિવારે કહ્યું હતું કે બાળક ક્યારે ઘરેથી નિકળી ગયું એનો ખ્યાલ જ ન રહ્યો. રાહદારીઓ કહેતા હતા ચાર પાંચ શ્વાન ઘરે ને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા.પરિવારે જણાવ્યું હતું કે તેઓ મજૂરી કામ કરી 5 બાળકો સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ઘટના સવારે લગભગ 7 વાગ્યા ની છે. 9 વર્ષનો સુનિલ ગણેશભાઈ રાઠોડ ઘરમાંથી ક્યારે નિકળી ગયો એની ખબર જ ન પડી, થોડી વાર બાદ લોકોની બુમાબુમ સાંભળી દોડ્યા તો ખબર પડી કે માસુમ સુનિલ પર શ્વાને એટેક કર્યો છે. 4-5 જેટલા શ્વાન સુનિલ ને આખા શરીરે બાચકા ભરી રહ્યા હતા.
માસુમ બાળક પર શ્વાનના એટેક ને જોઈ રાહદારીઓ દોડીને શ્વાનનો ભગાડવામાં સફળ રહેતા સુનિલ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે, માસુમ સુનિલ ને માથા નું ચામડું જ કાઢી કાઢ્યું હતું. બન્ને હાથ-પગ પર, છાતી પર, પીઠ પર અસંખ્ય બાચકાના નિશાન હતા.
ગંભીર હાલતમાં માસુમ દીકરાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. માસુમ સુનિલને ટ્રોમાં સેન્ટરમાં જ પ્રાથમિક સારવાર આપી એક્સ-રે અને અન્ય રિપોર્ટ સાથે ઓપરેશનમાં લેવાયો હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે હાઈએન્ટિબાયોટિક વેકસીન આપવી પડશે.
તમામ પ્રયાસ કરીશું. સિનિયર અને નિષ્ણાત ડોક્ટરો ને પણ જાણ કરી દેવાઈ છે. હાલ બાળકને સારવાર આપવી ખૂબ જ જરૂરી છે.વધુમાં કહ્યું હતું કે માસુમ સુનિલ ધોરણ-3 નો વિદ્યાર્થી છે. ઘરથી 200 મીટર દૂર આવેલા કપાઉન્ડમાં પતંગ પકડવા દોડી ગયો હતો. જ્યાં શ્વાને સુનિલ ને શિકાર બનાવ્યો હતો.
સુનિલ સાથે અન્ય બાળકો પર પણ શ્વાને એટેકનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના હાથમાં લાકડી હોવાથી શ્વાન શિકાર કરી શક્યા ન હતા. સુનિલ પાંચ ભાઈ-બહેનો માં એક હતો.