વડોદરા: વડોદરાના ચોખંડી વિસ્તારમાં વર્ષોજુની રેસ્ટોરેન્ટ પાછળ ખુલ્લી જગ્યાની એક તરફી દીવાલ ધરાશાયી બનતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.સદનસીબે જાનહાની ટળતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. શહેરના અત્યંત ગિરદી ધરાવતા એવા ચોખંડી વિસ્તારમાં આવેલ પ્રખ્યાત મોગલ રેસ્ટોરેન્ટની પાસે આબીદ ભાઈ સૈયદ ઇમ્મી રેસ્ટોરેન્ટ ધરાવે છે. તેમની રેસ્ટોરેન્ટની પાછળ તેમની ખુલ્લી જગ્યાની એક દીવાલ એકાએક ધરાશાયી બનતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.સર્જાયેલી આ ઘટનામાં એક પાનનો ગલ્લો દબાઈ ગયો હતો. સદનસીબે જાનહાની ટળવા પામી હતી.નોંધનીય છે કે આ વિસ્તારમાં વર્ષના 365 દિવસ ભારે ભીડ રહેતી હોય છે.હાલ દીપાવલીના ચાલી રહેલા પર્વ નિમિત્તે ભારે ભીડ થતી હોય છે.પરંતુ આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટનાની નોંધ પોલીસ મથકે કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ચોખંડીમાં રેસ્ટોરેન્ટની પાછળ દીવાલ ધરાશાયી થતા દોડધામ
By
Posted on