SURAT

ડોક્ટરોમાં શરમ રહી નથી, હાર્ટ એટેકના સ્ટેન્ટ માટે પણ કમિશન લે છે: સુરતની કંપની સામેની તપાસમાં મોટો ખુલાસો

સુરત(Surat): મેડીકલ (Medical) વ્યવસાયમાં ભ્રષ્ટ્રાચારે (Corruption) ઊંડા મૂળિયા જમાવી દીધા છે. ડોક્ટરો (Doctors) એ હદે ભ્રષ્ટ થઈ ગયા છે કે તેઓ હાર્ટ એટેકના (Heart Attack) દર્દીની (Patient) સારવારમાં (Treatment) પણ કટકી લેતા થઈ ગયા છે. હાર્ટ એટેકની સારવારમાં વપરાશમાં લેવાતા સ્ટેન્ટ (Stent) બનાવતી સુરતની સહજાનંદ મેડિકલ ટેક્નોલોજી કંપની (SahajanandMedicalTechnology) સામેની સુરત આઈટીની (SuratIncomeTax) દરોડા (Raid) કાર્યવાહીમાં આ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સુરત આઈટીએ દેશના એવા 100 તબીબો શોધી કાઢ્યા છે જેઓ સ્ટેન્ટ ખરીદવાના બદલામાં સહજાનંદ ટેક્નોલોજી કંપની પાસેથી લાંચ લેતા હતા. હાલ સુરત આઈટીએ આવા 100 તબીબોને નોટીસ મોકલી છે.

  • હાર્ટ એટેકના દર્દીની સારવારમાં પણ ડોક્ટરોનો ભ્રષ્ટ્રાચાર
  • સુરતની સહજાનંદ ટેક્નોલોજીની રેઈડમાં આઈટીએ પકડી મોટી ગોબાચારી
  • સ્ટેન્ટ ખરીદનાર તબીબોને કટકી અપાતી: 100 તબીબોને નોટીસ મોકલાઈ

મેડિકલ સપ્લાય કરતી એજન્સી પાસેથી કમિશન લેનારા દેશના 100 કાર્ડિયોલોજીસ્ટને સુરત આઈટીએ નોટીસ ફટકારી છે. આઈટીએ તબીબોનો ખુલાસો પૂછ્યો છે. તબીબોએ કમિશનની રકમ તેમના આઈટી રિટર્નમાં દર્શાવી છે કે નહીં તે પ્રશ્ન આઈટીએ પૂછ્યો છે.

જૂન 2022માં સહજાનંદમાં દરોડા પડ્યા હતા
સુરત આવકવેરા વિભાગે જૂન 2022માં સહજાનંદ મેડિકલ ટેક્નોલોજી કંપની પર દરોડા પાડ્યા હતા. ત્યારે મોટી માત્રામાં આઈટીના અધિકારીઓએ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એક ડાયરી પણ જપ્ત કરી હતી. આ ડાયરીમાં તબીબોને ચૂકવાયેલા કમિશનની વિગતો હતી. તેમાં તબીબોના નામ અને તેની સામે કમિશનની રકમની નોંધ હતી. આ અંગે તપાસ કરતા આઈટીના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે સ્ટેન્ટ મંગાવનાર તબીબોને દર વર્ષે જેટલાં સ્ટેન્ટ ખરીદયા હોય તે પ્રમાણે સહજાનંદ કંપની કમિશન ચૂકવતી હતી.

Most Popular

To Top