નવી દિલ્હી (New Delhi): મંગળવારે સરકારે સંકેત આપ્યો હતો કે કોવિડ -19 રસી લેનારાઓને વર્તમાન કટોકટીમાં ઉપયોગ માટે માન્ય રસીની પસંદગી પસંદ કરવાની તક મળશે નહીં. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં ઘણી જગ્યાએ એકથી વધુ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં કોઈપણ દેશમાં રસી વાપરનારાઓને તેમની પસંદગીની પસંદગી કરવાની તક આપવામાં આવી નથી.
દેશમાં 3 જાન્યુઆરીએ કોવિશિલ્ડ (CoviShield, Oxford-Astrazenece, Serum Institute of Inida), કોવેક્સિન (Covaxin, Bharat Biotech) રસીઓને મંજૂરી અપાઇ હતી. અને 16 જાન્યુઆરીથી ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. જેના માટે સરકારે હાલ SIIને કોવિશિલ્ડના 1.10 કરોડ અને ભારત બાયોટેકને કોવેક્સિનના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. ભારતમાં રસીકકરણ માટે કોરોના વોરિયર્સ, કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ દર્દીઓને કોરોના રસીકરણ માટે પ્રાથમિકતા આપવાનું નક્કી કરાયુ છે. ભારત સહિત વિશ્વના મોટેભાગના દેશોમાં રસીકરણ માટે આ જ લોકોને પ્રાથમિકતા અપાઇ છે. એક ઇન્ડોનેશિયાને છોડીને- આ દેશમાં યુવા લોકોને રસીકરણ માટે પ્રાથમિકતા અપાઇ છે.
એ વાત દેખીતી છે કે વિશ્વના કોઇપણ દેશ પાસે હાલમાં તેની સમગ્ર વસ્તીને આપી શકાય એટલી કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી એટલે જે લોકોને કોરોનાથી વધુ નુકસાન થઇ શકે, જે લોકોમાં કોરોના સામે લડવા માટે ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા અપાઇ છે. દેશમાં કોરોના વોરિયર્સ, કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ- આવા 30 કરોડ લોકોની યાદી તૈયાર થઇ છે. જેમાંથી હાલમાં સરકાર 3 કરોડ કોરોના વોરિયર્સ અને કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સને પોતાના એટલે કે કેન્દ્રના ખર્ચે રસીકરણ આપશે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ 3 કરોડ લોકોના રસીકરણ પછી જ્યારે 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ લોકોના હરસીકરણનો વારો આવશે ત્યારે તેમને રસી મફતમાં મળશે કે કેમ? અને જો તેમને રસી મળે તો શું તેમની પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન એ બે રસીમાઁથી એક એક પસંદ કરવાની છૂટ હશે કે નહીં. આ લોકોના રસીકરણનો ખર્ચ કોણ ઉપાડશે અને કોણ નહીં તેની સ્પષ્ટતા નજીકના થોડા દિવસમાં થઇ જશે પણ હાલમાં આ લોકો પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિનમાંથી કોઇ એક રસી પસંદ કરવાની છૂટછાટ છે તે નહીં તે અંગે સ્પષ્ટતા થઇ ચૂકી છે.
રસીકરણ “સ્વૈછિક” છે“:
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ છે કે રસીકરણ “સ્વૈછિક” છે, અત્યાર સુધી અમેરિકા અને લંડનમાં રસીકરણ થયુ છે, ત્યાંના નોગરિકોને રસીકરણ દરમિયાન કઇ કંપનીની રસી લેવી એ માટે પસંદગી નથી મળી એટલે ભારતમાં પણ આ પસંદગી નહીં મળે. રાજેશ ભૂષણ અને ડૉ. વીકે પોલે જણાવ્યુ છે કે આ બંને રસીઓના દેશ-વિદેશમાં હજારો લોકો પર પરીક્ષણ થયા પછી જ આ બેને રસીઓને દેશમાં તત્કાલીન ઉપયોગની (emergency use) મંજૂરી મળી છે. આ બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે.