દાહોદ: દાહોદ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી બહાર ગામ મજુરી કામ અર્થે ગયેલા શ્રમીકો પણ દિવાળી કરવા માદરે વતન ફરતાં જાેવા મળ્યાં હતાં જેને પગલે દાહોદના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશને લોકોની ભારે ભીડ જાેવા મળી હતી.
આ વર્ષે લોકોએ તમામ તહેવારો રંગેચંગે ઉજવ્યાં હતાં ત્યારે દિવાળી અને નવા વર્ષનો તહેવાર હોઈ દાહોદ જિલ્લામાં લોકોમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. દાહોદના બજારોમાં દિવાળી પહેલા ચહલ પહલ જાેવા મળી ન હતી પરંતુ દિવાળીના અઠવાડીયા પહેલા બજારોમાં ભારે ભીડ જાેવા મળી હતી.
લોકો દિવાળીના તમામ તહેવારો ભારે રંગેચંગે ઉજવણ્યાં હતાં ત્યારે આજે દિવાળી અને બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરવા લોકો સજ્જ બન્યાં છે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી પુજા કરી, ફટાકડા ફોડી રંગેચંગ ઉજવણી કરી હતી બીજા દિવસે નવા વર્ષની તમામે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા વર્ષની પણ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી.દાહોદ જિલ્લો ગ્રામીણ વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના ઘરબાર, જમીન, ખેતીવાડી વતનમાં મુકી જિલ્લા બહાર અન્ય જિલ્લાઓમાં, અન્ય રાજ્યોમાં મજુરી કામ અર્થે રવાના થઈ જતાં હોય છે.
દાહોદ જિલ્લામાં રોજગારીના અભાવે જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હીજરત કરતાં હોય છે. દાહોદ જિલ્લો ટ્રાઈબલ વિસ્તાર હોવાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાના વિકાસના કામોમાં અને લોકોને રોજગારી મળી રહે તે માટે કરોડોની ગ્રાંન્ટો પણ ફાળવવામાં આવી રહી છે પરંતુ દાહોદ જિલ્લામાં આજદિન સુધી લોકોને રોજગારી મળે તેવા કોઈ વૈકલ્પિત વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકોને અન્ય સ્થળોએ રોજીરોટી કમાવવા જવુ પડતું હોય છે ત્યારે હોળી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં હીજરત કરતાં લોકો પરત માદરે વતન ફરે છે અને આ વર્ષે દિવાળીનો તહેવાર ધામધુમ પુર્વક ઉજવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દાહોદ જિલ્લામાં પોતાના માદરે વતન ફરી રહ્યાં છે.
દાહોદના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશને લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે. એસ.ટી. બસ અને ખાનગી વાહનોમાં મુસાફરી કરી લોકો માદરે વતન પહોંચી રહ્યાં છે. દાહોદના બજારોમાં દિવાળી પહેલા ખરાકી જાેવા ન મળતાં વેપારી વર્ગ ચિંતીત દેખાતો હતો પરંતુ ગ્રામીણ વિસ્તારના લોકો પરત માદરે વતન ફરતાં અને ખરીદીમાં તેજી આવતાં વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
સંખેડા તાલુકામાં સોના-ચાંદીની ખરીદી માટે ભારે ભીડ જામી
સંખેડા: ધનતેરસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ જ્વેલર્સ ખાતે સોના ચાંદી નાં દાગીના ની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા. ધનતેરસ લક્ષ્મીજીનું પૂજન તથા સોના ચાંદી ના દાગીના ખરીદી કરવાનું અનેરુ મહત્વ છે સાથે જ તે ફળદાયી નીવડે છે, ત્યારે ધનતેરસ નિમિત્તે સંખેડામાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં સોના-ચાંદી દાગીના તથા અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ભીડ જોવા મળી હતી. જ્વેલર્સના સંચાલક સોનીએ જણાવ્યું હતું કે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવા માટે લોકો સવારથી જ ઉમટી પડ્યા હતા, તેમાં ખાસ સોના નાં દાગીના પર ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખવામાં આવી હતી, ગયાં વરસ કરતાં આજી વખતે સોનાં ચાંદી ના ભાવ ઓછો હોઈ તેનો ફાયદો ગ્રાહકો લઇ રહ્યા છે.