Charchapatra

દિવાળી-કાર્ડ,લુપ્ત થઈ ગયા..? 

વિક્રમ-સંવત 2082 નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે નૂતન વર્ષાની શુભેચ્છા પાઠવતા અનેક નયન રમ્ય, રંગબેરંગી દિવાળી કાર્ડસ સ્નેહી મિત્રો તરફથી ટપાલમાં આવતા હતા. અને જુદા-જુદા કાર્ડ જોઈને આનંદ થતો હતો. લોકો પોસ્ટમેનની રાહ જોતા હતા. કે કોના કોના કાર્ડ ટપાલમાં આવે છે. પરંતુ જ્યારથી મોબાઇલનો જમાનો આવ્યો છે. ત્યારથી જ હવે લોકો મિત્રો વૉટ્સએપ્પ કરીને નવા વર્ષની શુભેચ્છા મેસેજ કરતા હોય છે. પરંતુ જે લાગણી અને આત્મીયતા દિવાળી કાર્ડમાં હતી. તે વૉટ્સએપ્પના મેસેજમાં નથી. જોવા મળતી લાગે છે.

લોકોની લાગણી આત્મીયતા અને માયાભાવનો લય થતો જાય છે. નેતાઓ પણ ઘરે ઘરે ફરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હતા. તેના બદલે છાપામાં જાહેરાત આપીને ફોર્માલિટી પૂરી કરતા હોય છે. હવે તો બજારોમાં પણ દિવાળી કાર્ડના સ્ટોલ જોવા મળતા નથી. છેલ્લા બે વર્ષમાં આ લખનારને એક પણ દિવાળી કાર્ડ નથી મળ્યું એવું લાગે છે. શું દિવાળી કાર્ડ લુપ્ત થઈ ગયા? પહેલા તો દિવાળી હોળી જેવા તહેવારો પાંચ દિવસ સુધી ઉજવતા હતા. તેના બદલે તે હવે તહેવાર “વન-ડે મેચ” જેવા થઈ ગયા છે. શું થયું છે. આપણી સંસ્કૃતિને?
તરસાડા, માંડવી     – પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top