નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ પછી પહેલીવાર એવું બનવાનું છે કે ભારતમાં પ્રજાસત્તાક દિને કોઇ વિદેશી મહેમાન હાજર નહીં રહે, ભારતે આ વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે યુકેના પ્રમુખ બોરિસ જ્હોનસનને (UK President Boris Johnson) આમંત્રણ આપ્યુ હતુ, પરંતુ ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા પ્રકારને કારણે વકરતી પરિસ્થિતિને લઇને તેમણે ભારત આવવાનું ટાળ્યુ છે, આ માટે તેમણે વડાપ્રધાન મોદીની માફી પણ માંગી છે.
એવામાં સમાચાર આવ્યા છે કે ઉત્તરપ્રદેશના ગોરખપુર શહેરની એક 18 વર્ષની છોકરી પ્રજાસત્તાક દિવસ વડાપ્રધાન માટે બનેલા એક સ્ટેજ પર બેસીને પરેડ શો માણશે. આ છોકરીનું નામ છે – દિવ્યાંગી ત્રિપાઠી (Divyangi Tripathi). દિવ્યાંગીએ આ અવસર અંગે ખુશી અને ઉત્સાહ વ્યકત કરતા કહ્યુ છે કે, ‘એવું લાગે છે કે મારું મોટું સપનું પૂરૂં થયુ છે. 26 જાન્યુઆરી વડાપ્રધાન સરની બાજુમાં બેસીને પરેડ જોવાનું સૌભાગ્ય મને મળ્યુ છે, જેના માટે હું ખૂબ ખુશ છું. એટલું જ નહીં હું એ ક્ષણની આતરતાથી રાહ જોઇ રહી છું. મોદી મારા પ્રિય નેતા છે. ‘.
તમને બધાને પ્રશ્ન થતો હશે કે આ છોકરીએ એવી તે કઇ સિદ્ધિ હાંસલ કરી છે કે તેને આ સૌભાગ્ય મળ્યુ છે? તો તમને જણાવી દઇએ હકીકતમાં દિવ્યાંગી ત્રિપાઠી ગોરખપુરમાં CBSE બોર્ડની 12માં ધોરણની વિદ્યાર્થીની હતી, જેણે ગયા વર્ષે બાયોલોજીમાં 99.6% મેળવ્યા છે. દિવ્યાંગી સહિત બીજા કેટલાક વિદ્યર્થીઓ છે જેમણે ગયા વર્ષે દેશભરમાં ભણતર ક્ષેત્રે ઉત્તીર્ણ પ્રદર્શન કર્યુ હોય, આવા કેટલાકને 26 જાન્યુઆરીની પરેડમાં શામેલ તવા માટે આમંત્રણ અપાયુ છે. દિવ્યાંગીએ કહ્યુ કે તે આગળનો અભ્યાસ કરીને ડૉક્ટર બનવા માંગે છે.
જણાવી દઇએ કે સત્તાવાર નિવેદન બહાર આવ્યુ છે કે પ્રજાસત્તાક દિને અટારી બોર્ડર પર આ વર્ષે કોઈ સંયુક્ત અથવા સંકલન પરેડ યોજાશે નહીં. કોરોનાના COVID-19 પ્રતિબંધોને લીધે જાહેર જનતાને પમ મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે કોરોનાના પગલે વાઘા બોર્ડર પર આ વર્ષે કોરોનાના પગલે ન તો કોઇ પરેડ થશ, ન તો જાહેર જનતાને આવવા દેવાની પરવાનગી હશે.