સુરત:(Surat) સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનીંગ કરવા માટેના માસ્ટર પ્લાનના (Master Plan) બીજા તબક્કા અંતર્ગત ડ્રેનેજ લાઈનો નાંખવાની કામગીરી નાનપુરા, સલાબતપુરા અને સૈયદપુરા વિસ્તારમાં ચાલુ જ છે. અને હવે મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટના ત્રણ અંડરગ્રાઉન્ડ (Underground) સ્ટેશનના (Station) ડાયવર્ઝનના (Diversion) રસ્તાઓ પર ઝડપથી આ પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોય, સેન્ટ્રલ ઝોનમાં 7 રસ્તાઓ તબક્કાવાર બંધ રાખવામાં આવશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટેશનના ડાયવર્ઝનના રસ્તા પર ઝડપથી પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરાશે
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 3 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન જેમાં 1. સુરત રેલ્વે સ્ટેશન, 2. મસ્કતિ હોસ્પિટલ અને 3. ચોકબજારના ટ્રાફિક ડાયવર્ઝનના રસ્તાઓ પર સુરત મહાનગરપાલિકાની નવી ડ્રેનેજ અને પાણીની લાઈન નાખવાની કામગીરી તાકીદે કરવાની હોય, (૧) મુગલીસરા મેઈનરોડ, મરઝાન શામી મસ્જીદથી ચોકબજાર સુરત શહેર ક઼ાઈમ બ્રાંચ (કુરજા) સુધીનો રસ્તો તા.15-11 થી 12-01-2022 સુધી (2) ભાગળ ચાર રસ્તાથી એર ઈન્ડીયા ચાર રસ્તા (આયુષ્માન ભારત સરકારી આયુર્વેદ દવાખાના સુઘી) કોટ સફિલ મેઈન રોડ સુધીનો રસ્તો તા. 15-11 થી 30-11 સુધી (3) રાજમાર્ગ લાલ ઘડીયાળ (ટાવર) થઈ ઝાંપાબજાર સળિયાવાળી માર્કેટ સુધીનો રસ્તો તા. 1-12 થી 21-12 સુધી, (4) ભાગળ ચાર રસ્તાથી મહિધરપુરા છાપરીયા શેરીના નાકે જૈન દેરાસર સુધી (વાયા રૂ વાળો ટેકરો)નો રસ્તો તા. 16-11 થી 15-01-22 સુધી (5) ધરમના કાંટા ચાર રસ્તાથી લાલગેટ સુધીનો નાણાવટ મેઈન રોડ તા. 15-11 થી 31-12 સુધી (6) ચોકબજાર મીરાંબીકા એર્પોટમેન્ટથી વિવેકાનંદ સર્કલ (ડોટીવાલા બેકરી) સુધીનો મુખ્ય રસ્તો તા. 16-11 થી 16-12 સુધી (7) રેલ્વે સ્ટેશનથી દિલ્લી ગેટ સુધીનો રસ્તો તા. 15-11 થી 15-12 સુધી બંધ રહેશે. આ રસ્તાઓ પર કામગીરી જેટલા ભાગો પર પુરી થશે તેમ તેટલા ભાગોના રસ્તાઓ નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વરાછામાં ડ્રેનેજની કામગીરીને લઈ સ્વાગત બીઆરટીએસ જંક્શનથી વ્રજ ચોક જંક્શન સુધીનો રસ્તો 2 મહિના માટે બંધ
સુરત: વરાછા ઝોનમાં પૂણા વિસ્તારમાં વ્રજ ચોક (સીમાડા)થી સરદાર ચોક થઇ સાકેતધામ ખાડી જંક્શન સુધીની ખાડીને સમાંતર ટી.પી.રોડ પર નવી ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવશે. જેથી તા.13-11 થી 12-01-2022 સુધી ખાડી કિનારે સ્વાગત (બી.આર.ટી.એસ.) જંક્શનથી શરૂ કરી વ્રજ ચોક જંક્શન સુધીનો રસ્તો તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રાખવામાં આવશે. જેના વિકલ્પરૂપે સ્વાગત (બીઆરટીએસ) જંક્શન તરફથી વ્રજચોક તરફ જતો ટ્રાફિક, સ્વાગત (બીઆરટીએસ) જંક્શનથી સીમાડા ગામ- સરથાણા પોલીસ સ્ટેશન થઇ વ્રજચોક વાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે તેમજ વ્રજચોક તરફથી સ્વાગત (બીઆરટીએસ) જંક્શન તરફ જતો ટ્રાફિક, સરથાણા પોલીસ સ્ટેશન સીમાડા ગામ થઇ સ્વાગત (બીઆરટીએસ) જંક્શન તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ કામ પૂર્ણ થતા જ આ રસ્તો વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.