Entertainment

6 વર્ષની ડેટિંગ બાદ ટાઈગર શ્રોફ અને દિશા પટણીના રિલેશનશિપનો આવ્યો અંત!

મુંબઈ: ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટણી (Disha Patani) 6 વર્ષથી એકબીજાને ડેટ (Date) કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત ડિનર, પાર્ટી અને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા છે. ત્યારે અચનાક તેમના અલગ થવાના સમાચાર તેમના ફેન્સ માટે ખૂબ જ નિરાશાજનક છે. જો કે આ વિશે હજુ સુધી કપલ (Couple) તરફથી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ટાઈગરના મિત્રએ આ વાતની કબૂલાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટાઇગર અને દિશાએ તેમના લગભગ 6 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આ દરમિયાન હવે ટાઈગરના મિત્રના જણાવ્યા અનુસાર આ કપલે વર્ષની શરૂઆતમાં અલગ થવાનો નિર્ણય લીધો હતો અને હાલમાં તેઓ બંને સિંગલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના અલગ થવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એ વાત ચોક્કસ સામે આવી છે કે છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ઘણા અણબનાવ ચાલી રહ્યા હતા. ટાઈગરના એક મિત્રે તાજેતરમાં જ કન્ફર્મ કર્યું છે કે ટાઈગર અને દિશાના સંબંધ પૂરા થઈ ગયા છે અને તેને પણ થોડા અઠવાડિયા પહેલા આ વિશે ખબર પડી હતી.

હવે ટાઇગર-દિશા સાથે નથી
ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે દિશા અને ટાઈગર તેમના ફેન્સને એક કપલ તરીકે સાથે જોવા નહીં મળે. એક રિપોર્ટ અનુસાર, ટાઈગર અને દિશા લાંબા સમયથી આ રિલેશનશીપનો અંત લાવવા માંગતા હતા પરંતુ ક્યારે પણ તેઓએ આ વાતની જાણ થવા દીધી ન હતી. જો કે તેમના નજીકના મિત્રો પાસેથી આ વાત જાણવા મળી છે. તેમના જણાવ્યા અનુસાર હવે ટાઈગર અને દિશા પોત પોતાની અલગ અને સિંગલ લાઈફ જીવી રહ્યા છે. તેમજ ટાઈગરના મિત્રનું કહેવું છે કે બ્રેકઅપથી ટાઈગરને તેના કામમાં કોઈ ફરક પડવા ન દીધો. તે પહેલાની જેમ જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ જોવા મળે છે. ટાઈગર હાલમાં લંડનમાં છે અને તે પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

દિશા અને ટાઈગર આ નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે
દિશા પટણી અને ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. તે જ સમયે, ટાઇગર શ્રોફ ‘ગણપત’ અને ‘બાગી-4’માં જોવા મળશે. દિશા અને ટાઈગર ભલે હવે એક કપલની જેમ સાથે ન હોય, પરંતુ તેમની મિત્રતા હજુ પણ અકબંધ છે. હવે જોઈએ કે દિશા અને ટાઈગર બ્રેકઅપના સમાચાર પર કંઈ કહે છે?

Most Popular

To Top